Bhadarvi Poonam Melo 2024: વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. દર્શનાર્થીઓ દર્શન કરવાના સમયે તેઓના પગરખા લઈને ખોવાનો દર હવે આરાસુરી ટ્રસ્ટ મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યો છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માના દર્શન માટે આવતા લાભાર્થીઓ મન મૂકીને દર્શન કરી શકે તે માટે, તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહીં આ કેન્દ્રમાં લાખો માઇ ભક્તોના પગરખાઓ અને લગેજને સાચવવામાં આવે છે જેથી પગરખા અને સામાન ખોવાનો ભય વગર માઇ ભક્તો આધ્યાત્મિકતા સાથે દર્શન કરીને ધન્યતાની અનુભતી કરે છે.
ભાદરવી પૂનમના મેળાના પ્રસંગે યાત્રાળુ સંજય ઠાકોર જણાવ્યું હતું, કે તેઓ સાબરકાંઠામાંથી માના દર્શન માટે અહીં આવ્યા છે. અહી મંદિર ટ્રસ્ટ દ્વારા પગરખાઓને સાચવણી કરવાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે એ બદલ મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકારનો આભાર માનું છું.
યાત્રાળું ચિરાગ મકવાણાએ જણાવ્યું હતું કે, અમે સુરતથી સાઇકલ યાત્રા દ્વારા છેલ્લા 10 વર્ષથી આવીએ છીએ. અહીં આરાસુરી મંદિર ટ્રસ્ટ દ્વારા પગરખા અને સામાન મૂકવાની વિનામૂલ્યે સુવિધા આપવામાં આવી રહી છે જેથી યાત્રીઓના સામાન અને પગાર ચોરી થવાનો ભય રહેતો નથી. જેના લીધે અમે માના દર્શન આરામથી કરી શકીએ છી. જે બદલ અમે અંબાજી યાત્રાધામનો ખૂબ જ આભાર માનીએ છીએ.
મંદિર ટ્રસ્ટ દ્વારા પગરખા કેન્દ્રની સારી વ્યવસ્થા યાત્રાળુ માટે કરવામાં આવી છે તેના લીધે યાત્રાળુઓને પોતાના પગરખાની ચિંતા રહેતી નથી અને માના દર્શન આરામથી કરી શકે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. આ મહામેળાના પ્રસંગેશ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં કરવામાં આવેલ વ્યવસ્થાઓને દર્શનાર્થીઓને વખાણી રહ્યા છે.