Sarangpur Hanumanji: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ 18-09-2024ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને મોતીના વાઘા તેમજ સિંહાસનને ફળ-ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
![](https://www.gujarat24.com/wp-content/uploads/2024/09/On-the-occasion-of-Poonam-a-divine-decoration-of-200-kg-of-fruits-and-flowers-and-an-annakoot-of-sukhdi-to-Shree-kashtabhanjandev-and-hodshopchar-worship-of-Hanumanji-Dada-1.jpg)
પૂનમ નિમિત્તે સાંજે 05:30 કલાકે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, સાંજે 7:00 કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી 7:00 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીદ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
![](https://www.gujarat24.com/wp-content/uploads/2024/09/On-the-occasion-of-Poonam-a-divine-decoration-of-200-kg-of-fruits-and-flowers-and-an-annakoot-of-sukhdi-to-Shree-kashtabhanjandev-and-hodshopchar-worship-of-Hanumanji-Dada-2.jpg)
આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, પૂનમ નિમિત્તે આજે દાદાને સફેદ હંસની થીમવાળા વાઘા અને સિંહાસને ફળ-ફુલનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસને 200 કિલો એન્થોરિયમ, ગુલાબ, સફરજ અને દાડમનો શણગાર કરાયો છે. આ તમામ ફુલ અને ફ્રુટ વડોદરાથી મંગાવ્યા છે. તો દાદાને આજે 300 કિલો સુખડીનો અન્નકુટ પણ ધરાવાયો છે.6 સંતો, પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતાં.