Sarangpur Hanuman Photo: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 24-09-2024ને મંગળવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સૂર્યમુખીની થીમવાળા વાઘા અને સૂર્યમુખી એવં સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી નૌતમ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આજે કરાયેલા હનુમાનજીના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સૂર્યમુખીની થીમવાળા વાઘા અને સૂર્યમુખી એવં સેવંતીના 200 કિલો ફુલનો શણગાર કરાયો છે. દાદાના વાઘા 25 દિવસની મહેનતે મથુરામાં તૈયાર થયા છે. આ વાઘા મલમલના કાપડમાંથી બન્યા છે અને તેમાં સૂર્યમુખીના ફુલની ડિઝાઈન છે. તો દાદાના સિંહાસને શણગાર કરાયેલા સૂર્યમુખી અને સેવંતીના ફુલ વડોદરાથી મંગાવ્યા હતા. સિંહાસને ફુલનો શણગાર કરતાં 6 સંત, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.