Ahmedabad News: સમગ્ર દેશ ભરમાં પ્રખ્યાત દિલ્હી યુનિવર્સિટી છાત્ર સંધની ચુંટણી આગામી 27 સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. જે અનુસંધાને ABVP દ્ધારા છાત્ર સંધના અધ્યક્ષ પદ માટેના ઉમેદવાર ઋષભ ચૌધરી , ઉપાધ્યક્ષ સ્થાન માટેના ઉમેદવાર ભાનુ પ્રતાપ સિંહ, સચિવ સ્થાન માટેના ઉમેદવાર બહેન મિત્રવિન્દા કણૅવાલ અને સંયુક્ત સચિવ સ્થાન માટેના ઉમેદવાર અમન કપાસીયા એમ ચાર ઉમેદવારોની ધોષણા ABVPના માનનીય રાષ્ટ્રીય મહામંત્રી યાજ્ઞવલ્ક્ય શુક્લજી દ્ધારા કરવામાં આવી હતી.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ABVPના ચારેય ઉમેદવારો દિલ્હી યુનિવર્સિટીના વિધાર્થીઓના હક્ક માટે ધણા સમય થી લડત આપતા આવ્યા છે. વિધાર્થી જગતમાં સક્રિયતાથી પોતાનું અમૂલ્ય યોગદાન આપતા આવ્યા છે, ABVPના ઉમેદવારના રૂપમાં હાલ તેઓ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ કેમ્પસમાં જઈને પ્રભાવિ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. છાત્ર સંઘની ચૂંટણીમાં સત પ્રતિસત એટલે કે સો ટકા મતદાન માટે વિદ્યાર્થી આગળ આવે અને આ લોકતંત્રના પ્રથમ પગથિયામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપે તે હેતુથી પણ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ સમયાંતરે વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને વિદ્યાર્થીઓ વચ્ચે મૂકી અને વિદ્યાર્થીઓને અભાવીપની પેનલને મત આપવા માટે અપિલ કરી રહ્યા છે.
ABVP રાષ્ટ્રીય શિક્ષા નીતિના પ્રભાવિ ક્રિયાનવયનના મુદ્દાને પ્રમુખતાથી ઉઠાવી રહ્યું છે. ABVPની દિલ્હી યુનિવર્સિટીમાં સક્રિયતા સમગ્ર વર્ષ દરમ્યાન રહેતી હોય છે. જેમાં પર્યાવરણ, ખેલ, સેવા કાર્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર ABVP દ્વારા ચલાવવામાં આવતી ગતિવિધિઓના સકારાત્મક પ્રભાવ વિશે ઉમેદવારો વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા કરી રહ્યા છે. ગત વર્ષે પણ ABVP દ્વારા ચારમાંથી ત્રણ સીટ પર ભવ્ય વિજય મેળવ્યો હતો , અને ABVP એ તે સમયે કરેલા તમામ વચનોને પુરા પણ કર્યા છે. જેના લીધે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિશ્વાસ ABVP પ્રત્યે સંપૂર્ણ બંધાયેલો છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પેનલમાં અધ્યક્ષ પદના ઉમેદવાર ઋષભ ચૌધરીએ જણાવ્યું કે, “આ છાત્ર સંઘની ચૂંટણીમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓની આ લોકતાંત્રિક પર્વમાં ભાગીદારી વધે તે હેતુથી કેમ્પસમાં કેમ્પેન દરમિયાન અમે વિદ્યાર્થીઓને મત આપવા માટે આગ્રહ કરી રહ્યા છીએ. પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ અભાવિપ ની પેનલ પર જ વિદ્યાર્થીઓ વિશ્વાસ મૂકશે તેની મને સંપૂર્ણ ખાત્રી છે. અને આગામી વર્ષમાં છાત્ર સંઘમાં એબીવીપી નુ પ્રતિનિધિત્વ આવશે તો વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટથી લઈને, યુનિવર્સિટી તેમજ કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેઝિક સુવિધાઓના વિકાસના મુદ્દાઓને પ્રમુખતાથી ઉઠાવશે. કોલેજ કેમ્પસના પ્રવાસ દરમિયાન બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓનું સમર્થન ABVPની પેનલને મળી રહ્યું છે.”
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પેનલમાં સચિવ સ્થાન માટેના ઉમેદવાર બહેન મિત્રવિન્દા કણૅવાલ એ જણાવ્યું કે, “ABVP 2014થી દિલ્હી યુનિવર્સિટી છાત્ર સંધની ચૂંટણીમાં સતત વિજય મેળવતું આવ્યું છે. ABVPના મેનિફેસ્ટોમાં પરિસરમાં વિદ્યાર્થીની ઓની સુરક્ષા, સેનેટરી વેન્ડિંગ મશીન લગાડવા સહિતના વિદ્યાર્થીનીઓ સાથે સંકળાયેલા વિભિન્ન મુદ્દાઓને પ્રમુખતાથી સામેલ કરવા માટે વિદ્યાર્થી પરિષદની પેનલ પ્રયાસરત છે, દિલ્હી યુનિવર્સિટીના મહિલા કોલેજોમાંથી વિદ્યાર્થી પરિષદની પેનલને ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે, મિશન સાહસી અને ઋતુમતિ અભિયાન જેવા કાર્યો થતી અભાવીપ એ વિધાર્થીનીઓ માટે ઘણા ઉપયોગી કાર્યક્રમો અને કાર્યો કર્યા છે.”