Botad News: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 05-10-2024ને શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સાથે શ્રીકષ્ટભંનજન દેવને 101 સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
![](https://www.gujarat24.com/wp-content/uploads/2024/10/Shree-kashtabhanjan-Dev-Hanumanji-is-decorated-with-200-kg-of-flowers-and-101-kg-of-sukhdi-with-wagha-of-pure-silk-made-in-Mathura-on-the-occasion-of-third-day-and-Saturday-1.jpg)
આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શારદીય નવરાત્રીના ત્રીજા નોરતે અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને મથુરામાં 20 દિવસની મહેનતે પ્યોર સિલ્કના કાપડમાંથી જરદોશી વર્કવાળા વાઘા પહેરાવામાં આવ્યા છે. આ સાથે દાદાનું સિંહાસન 200 કિલો ગુલાબ, સેવંતી અને ગલગોટાના ફુલથી શણગાર્યું છે. આ ઉપરાંત હનુમાનજીને 101 કિલો સુખડી પણ ધરાવવામાં આવી છે.