gujarat24

રાશિફળઃ મેષ સહિત આ ત્રણ રાશિના જાતકોને નાણાકિય મૂંઝવણ દૂર થશે, જાણો 12 રાશિના જાતકોનું રાશિફળ

Aaj Nu Rashifal, October 6, 2024

મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રિની ઉજવાઈ રહ્યો છે. આજે ગુજરાતી પંચાંગ મુજબ, 6 ઓક્ટોબર રવિવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ ​​​​​​પક્ષની ચોથ તિથિ છે. તો ચંદ્રરાશિ તુલા અને રાહુ કાળ બપોરે 16:32થી 18:03 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે ચોથા નોરતાનો દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ (Aries)

આજે રવિવારના દિવસે વ્યાવસાયિક કાર્યમાં સફળતા જણાય, પારિવારિક મતભેદ ટાળવા તથા યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ બને.

વૃષભ (Taurus)

પડતર સમસ્યાનો માર્ગ જણાય, સાંજના સમયે મહત્વના કાર્યોમાં સાનુકૂળતા જણાય અને નાણાંભીડ દૂર થતી જણાય.

મિથુન (Gemini)

આવકનાં નવા સ્રોતોનું નિર્માણ સંભવ, અંગત સંબંધોમાં ખટાસ જણાય તથા મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ.

કર્ક (Cancer)

કાર્યક્ષેત્રનાં પ્રશ્નોનું મધુર ફળ આવતુ જણાય, આર્થિક પ્રગતિ જણાય સાથે જ પ્રવાસનું આયોજન સંભવ.

સિંહ (Leo)

આર્થિક અવરોધો દૂર થાય, મહત્વના કાર્યમાં ધીરજથી કામ લેવું તેમજ નવી તક ને ઝડપવામાં વિલંબ ના કરવો હિતાવહ.

કન્યા (Virgo)

આર્થિક પ્રશ્નોમાં વિલંબ જણાય, પારિવારિક આનંદ જળવાઈ રહેશે અને ભાગીદારીમાં સાચવવું.

તુલા (Libra)

સામાજિક કાર્યોમાં યશ- કીર્તિ મળતી જણાય પરંતુ ગેરસમજ મન દુઃખ ટાળવા અને ધર્મ કાર્ય અર્થે નાણાં ખર્ચાય.

વૃશ્રિક (Scorpio)

વ્યવહાર કુશળતાથી ધારેલું પરિણામ મેળવાય, ભાગીદારીમાં સાચવવું તેમજ જૂના રોકાણથી ફાયદો જણાય.

ધન (Sagittarius)

અગત્યની યોજનાઓનો અમલ થતો જણાય, ગેરસમજ ના થાય તેની તકેદારી રાખવી તથા મનનાં મનોરથો સફળ થતા જણાય.

મકર (Capricorn)

આર્થિકક્ષેત્રમાં પ્રાણ પુરાય, આપના કાર્યોની પ્રસંશા થતી જણાય તેમજ દિવસ ધીરજતાથી પસાર કરવો.

કુંભ (Aquarius)

જોખમી કાર્ય વિચારીને ખેડવું તેમજ ન બોલવામાં નવ ગુણ સમજવા, યાત્રા-પ્રવાસ વિશેષ ફળદાયી બની રહેશે.

મીન (Pisces)

ક્રોધને દૂર રાખવો હિતવાહ, નવીતકને ઝડપવામાં વિલંબ ના કરવો હિતાવહ અને માંગલિક પ્રસંગ આગળ વધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *