gujarat24

રાશિફળઃ કન્યા રાશિના જાતકોએ વધુ મહેનત કરવી પડે, જાણો તમારું આજનું રાશિફળ

Aaj Nu Rashifal, October 8, 2024

મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રિની ઉજવાઈ રહ્યો છે. આજે ગુજરાતી પંચાંગ મુજબ, 8 ઓક્ટોબર મંગળવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ ​​​​​​પક્ષની પાંચમ તિથિ છે. તો ચંદ્રરાશિ વૃશ્ચિક અને રાહુ કાળ બપોરે 02:03થી 03:30 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે છઠ્ઠા નોરતાનો દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ (Aries)

આજે કાર્ય પદ્ધતિમાં સકારાત્મક ફેરફાર જોવા મળે, સામાજિક માન સમ્માન વધે પરંતુ દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.

વૃષભ (Taurus)

ક્રોધને દૂર રાખવો હિતવાહ, પ્રયત્નોનું ફળ મળતુ જણાય અને સામાજિક કાર્યોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.

મિથુન (Gemini)

વ્યક્તિગત સંબંધો મધુર ફળ આપશે, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય અને યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ.

કર્ક (Cancer)

નવીન યોજનાઓ અમલમાં મુકાય, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ તથા દિવસ ધીરજતાથી પસાર કરવો.

સિંહ (Leo)

પારિવારિક માધુર્યતા રાખવી, કાર્યક્ષેત્રમાં જવાબદારી વધતી જણાય તેમજ આધ્યાત્મિકક્ષેત્રે દિવસ પસાર થાય.

કન્યા (Virgo)

જોયતું પરિણામ મેળવવા વધારે મહેનત કરવી પડે, કાર્યક્ષેત્રમાં દિવસ આનંદમય જણાય અને અતિ ભાવુકતાથી સાવધ રહેવું.

તુલા (Libra)

આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય પરંતુ સામાજિક માધુર્યતા જળવાઈ રહે તેમજ નાની ઈજાથી સાચવવું.

વૃશ્રિક (Scorpio)

આર્થિકક્ષેત્રે લાભદાયક પગલાં સાબિત થાય, યાત્રા-પ્રવાસ સંભવ બને તથા પડવા-વાગવા અંગે તકેદારી રાખવી.

ધન (Sagittarius)

સામાજિક કાર્યોમાં દિવસ વધારે પરોવાયેલો જણાય, મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી તેમજ માનશીક શાંતિ જળવાઈ રહેશે.

મકર (Capricorn)

આર્થિક પ્રશ્નોમાં ધીરજ રાખવી, ગૃહજીવનમાં સમજણથી કાર્ય કરવું અને તથા માંગલિક પગરણ મંડાય.

કુંભ (Aquarius)

આંતરિક મતભેદ દૂર થતા જણાય, વડીલની મદદ ઉપયોગી નીવડે સાથે જ સત્કાર્યમાં દિવસ પસાર થતો જણાય.

મીન (Pisces)

નિર્ણય-વાયદામાં સાવચેતી રાખવી, નાણાકીય પલ્લુ સંતુલનમાં જણાય તથા તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *