gujarat24

J&K Vidhan Sabha Election Result: જમ્મુ-કાશ્મીરની ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ-NC આગળ, જમ્મૂ રિઝનમાં ભાજપને બહુમત

Jammu Kashmir Vidhan Sabha Election Results: જે દિવસની જમ્મુ-કાશ્મીરના લોકો છેલ્લા 10 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તે આજે થઈ રહ્યું છે. રાજ્યમાં એક દાયકા પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. જે J-Kનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. મહત્ત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા સીટો પર ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. અહીં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કા હેઠળ 1 ઓક્ટોબરે મતદાન થયું હતું. ત્રણેય તબક્કામાં 63.45 ટકા મતદાન થયું હતું. આ વખતે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા, જ્યારે મહેબૂબા મુફ્તીની પીડીપી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એકલા હાથે લડી રહી છે.

જમ્મુ-કાશ્મીરની ચૂંટણીનું પરિણામ જોવા અહીં ક્લિક કરો.

આ ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર ભાજપ અને NC-કોંગ્રેસ ગઠબંધન છે, જ્યારે PDP અને અવામી ઇત્તેહાદ પાર્ટી જેવા પક્ષો કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. એક્ઝિટ પોલ ત્રિશંકુ વિધાનસભા તરફ ઈશારો કરી રહ્યા છે, જેમાં કોઈ પક્ષનું વર્ચસ્વ દેખાતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *