Aaj Nu Rashifal, October 16 , 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 16 ઓક્ટોબર બુધવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ પક્ષની પૂનમ તિથિ છે. તો ચંદ્રરાશિ મીન અને રાહુ કાળ બપોરે 12:06થી 01:32 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ (Aries)
આજે આર્થિક સરળતા અનુભવાય, અંગત જીવનમાં મીઠાસ ચાખવા મળે તથા કાર્યને પૂરું પાડવામાં ધૈર્ય જાળવવું.
વૃષભ (Taurus)
નાણાકીય સ્થિતિ બે પાંદડે થતી જણાય, નવી તકનું નિર્માણ સંભવ અને મોસાળ પક્ષથી લાભ જણાય.
મિથુન (Gemini)
અંગત સંબંધોમાં સમર્પણની ભાવના રાખવી, ગેરસમજ મનદુઃખ ટાળવા તથા ધર્મકાર્ય અર્થે નાણાં ખર્ચાય.
કર્ક (Cancer)
રોજીંદા કાર્યથી લાભ જણાય, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ તેમજ નાણાનો વ્યય વધે નહિ તે ધ્યાન રાખવું.
સિંહ (Leo)
નાણાકીય નવા માર્ગો મળતા જણાય, મનની મુરાદો પૂરી થતી જણાય અને રાજકીયક્ષેત્રે સફળતાનો સ્વાદ ચાખવા મળે.
કન્યા (Virgo)
સંપત્તિ લેવાની આશા પૂર્ણ થતી જણાય, લગ્નજીવનમાં આનંદ અનુભવાય તેમજ મુસાફરીમાં મધુરતા ચાખવા મળે.
તુલા (Libra)
ઓછી મહેનતે ધાર્યા પરિણામની પ્રાપ્તિ સંભવ બને, નવા આર્થિક માર્ગ જણાય અને તંદુરસ્તી સચવાય.
વૃશ્રિક (Scorpio)
મહેનતનું મધુર પરિણામ જણાય, કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની શક્યતા તેમજ પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.
ધન (Sagittarius)
મૂડીરોકાણમાં આંધળું અનુકરણ કરવું હિતાવહ નથી, સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ બને અને વિવાદથી દૂર રહેવું.
મકર (Capricorn)
અશાંતિના વાદળો વિખરતા જણાય, વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે અને દિવસ ધીરજતાથી પસાર કરવો.
કુંભ (Aquarius)
નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવા ના દેવી, નાણાકીય પ્રશ્નો હલ થતા જણાય તથા ખેતીના કાર્યમાં લાભ થતો જણાય.
મીન (Pisces)
આવકમાં વધારો જણાય, ચિંતાનાં વાદળો હટતા જણાય અને મહત્વના કાર્યો નિર્વિધ્ને પાર પડતા જણાય.