gujarat24

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોની તેમના વિરોધીઓ સાથે સમજૂતી થઈ શકે, જાણો તમારું આજનું રાશિફળ

Aaj Nu Rashifal, October 17 , 2024:

આજે ગુજરાતી પંચાંગ મુજબ, 17 ઓક્ટોબર ગુરુવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ ​​​​​​પક્ષની પૂનમ તિથિ છે. તો ચંદ્રરાશિ મીન અને રાહુ કાળ બપોરે 12:06થી 01:32 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ (Aries)

આજે શરદપૂનમના દિવસે નાણાકીય હળવાશ અનુભવાય, કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે વ્યસ્તતા જણાય અને પારિવારિક આનંદ જળવાઈ રહેશે.

વૃષભ (Taurus)

કાર્યક્ષેત્રે લાભની સંભાવના, સર્જનાત્મક વિષયો સાથે જોયાયેલા વ્યક્તિને વિશેષ લાભ જણાય તથા પર્યટનનું આયોજન સંભવ.

મિથુન (Gemini)

ન બોલવામાં નવ ગુણ સમજવા, નવી તકને ઝડપવામાં વિલંબના કરવો અને પડતર કાર્યો સમાપ્ત થતા જણાય.

કર્ક (Cancer)

વિરોધીઓ સાથે સમજુતી સંભવ, સામાજિક માન સમ્માન વધે તથા નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવાના દેવી.

સિંહ (Leo)

નવસર્જનના વિચારો આવે, મહત્ત્વના વ્યક્તિનો પરિચય થાય અને અણધાર્યા ખર્ચ આપના પર આર્થિક દબાણ સર્જે.

કન્યા (Virgo)

વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ, ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો પરંતુ ગેરસમજ મનદુઃખ ટાળવા.

તુલા (Libra)

શુભ કાર્ય પૂર્ણ થતું જણાય, ખોટા અવિચારી ખર્ચ ટાળવા અને પારિવારિક સમય આનંદમય રીતે પસાર થાય.

વૃશ્રિક (Scorpio)

કાર્યક્ષેત્રમાં નવી તકનું સર્જન સંભવ, સામાજિક સમસ્યા દૂર થતી જણાય સાથે જ ઋતુગત બીમારી થી સાચવવું.

ધન (Sagittarius)

વૈચારિક મતભેદથી સાચવવું સાથે જ કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય, વાહન-મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ જણાય.

મકર (Capricorn)

કૌટુંબિક વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ જણાય, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે તથા માનસિક શાંતિ જળવાઈ રહે.

કુંભ (Aquarius)

ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, મૂડીરોકાણમાં લાભ જણાય તથા મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.

મીન (Pisces)

ચિંતાનું આવરણ દૂર થતું જણાય, મહત્વના કાર્યો નિર્વિધ્ને પાર પડતા જણાય પરંતુ સાવધાન રહી આર્થિક વ્યવહાર કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *