Aaj Nu Rashifal, October 18 , 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 18 ઓક્ટોબર શુક્રવારે વિક્રમ સંવત 2080ના આસો વદની એકમ તિથિ છે. તો ચંદ્રરાશિ મેષ અને રાહુ કાળ સવારે 10:30થી 12:00 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ (Aries)
આજે નવા પડકાર આવતા જણાય, પારિવારિક નિર્ણય વિચારીને કરવો, આર્થિક બાબતનું નિરાકરણ જણાય.
વૃષભ (Taurus)
કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા જણાય, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ મળે તથા અશાંતિનાં વાદળ વિખરાતા જણાય.
મિથુન (Gemini)
આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ મળે, કૌટુંબિક સુખ જળવાઈ રહે અને વિરોધી સામે પ્રગતિ જણાય.
કર્ક (Cancer)
પરિવારના સભ્યોનો સહયોગ મળી રહે, ખર્ચા વધે નહિ તેની તકેદારી રાખવી અને મનોકામનાને સાકાર કરવાની તક મળે.
સિંહ (Leo)
નાણાકીય તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય, વિચારપૂર્વક કાર્ય કરવું અને વિચારો સકારાત્મક રાખવા.
કન્યા (Virgo)
ધીરજ ફળતી જણાય, આર્થિક રોકાણમાં પૂર્વ આયોજન કરીને આગળ વધવું તથા જૂના સંબંધ તાજા થતા જણાય.
તુલા (Libra)
બીજા પ્રત્યે આદરભાવ રાખવો, સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો જણાય તથા પારિવારિક માધુર્યતા રાખવી.
વૃશ્ચિક (Scorpio)
મૂડીનું રોકાણ કરતાં પૂર્વે આયોજન જરૂરી, પર્સનલ અને પ્રોફ્રેશનલ જીવનને અલગ રાખવા હિતાવહ અને આવકના સ્ત્રોત્ર વધતા જણાય.
ધન (Sagittarius)
નાણા ખર્ચ પર નિયંત્રણ જરૂરી, પર્યટનનું આયોજન સંભવ બને અને દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.
મકર (Capricorn)
પારિવારિક સમસ્યામાં સમાધાનનો માર્ગ મળે, નવું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ તથા સ્વાસ્થ્ય સાચવવું.
કુંભ (Aquarius)
આર્થિક પ્રગતિનો માર્ગ ખેડાય, સામાજિક સંબંધમાં મીઠાશ વધે તેમજ નાણાકીય લેવડ દેવડ વિચારીને કરવી.
મીન (Pisces)
આર્થિક મર્યાદા જાળવવી, પ્રભુ પરનો ભરોસો ગાઢ બને તેમજ સ્નેહીજન મિત્રના સહયોગથી આપની પ્રશ્નરૂપી નાવને કિનારે લગાવી શકાય.