Aaj Nu Rashifal, October 23 , 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 23 ઓક્ટોબર બુધવારે વિક્રમ સંવત 2380ના આસો વદની સાતમ તિથિ છે. તો ચંદ્રરાશિ મિથુન અને રાહુ કાળ બપોરે 12:05થી 01:29 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ (Aries)
આજે નાણાકીય ગુંચવણનું નિરાકરણ જોવા મળે, દાંપત્યજીવનમાં મધુરતા જણાય અને મહત્વના કાર્ય આગળ વધે.
વૃષભ (Taurus)
હાથમાંથી ગયેલી તક પછી આવતી જણાય, નકારાત્મક વિચારોથી દુર રહેવું તથા મધ્યાહન બાદ કોઈ સમાચારની પ્રાપ્તિ સંભવ.
મિથુન (Gemini)
સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય, પ્રવાસનું મધુર પરિણામ જણાય અને જુનારોગમાંથી આંશિક રાહત જણાય.
કર્ક (Cancer)
કાંકરે કાંકરે પાળ બંધાય તેમ સમજી ને કાર્ય કરવું, પારિવારિક અવરોધો દુર થતા જણાય તથા સત્કાર્યમાં દિવસ પસાર થાય.
સિંહ (Leo)
વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ, ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો સાથે જ ગેરસમજ મનદુઃખ ટાળવા.
કન્યા (Virgo)
વિચાર્યા વગર નિર્ણય લેવો નહીં, અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે તેમજ અંગત જીવનમાં મતભેદ સર્જાતા જણાય.
તુલા (Libra)
નાણાકીય બાબતોમાં વિચારીને આગળ વધવું, પ્રયત્નોનું ફળ મળતું જણાય અને કૌટુંબિક મતભેદ ટાળવા.
વૃશ્ચિક (Scorpio)
મહેનતનું મધુર પરિણામ જણાય, અગત્યની યોજનાઓનો અમલ થતો જણાય તથા ગેરસમજ ના થાય તેની તકેદારી રાખવી.
ધન (Sagittarius)
અંગત સંબંધોમાં સમર્પણની ભાવના રાખવી, કાર્યક્ષેત્રમાં સાચવવું અને સામાજિક જવાબદારીમાં વધારો જણાય.
મકર (Capricorn)
આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ અને અગત્યની બાબતમાં ઉતાવળીયું પગલું ભરવુ નહીં.
કુંભ (Aquarius)
વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય, નકામી વાતોમાં સમય વધારે પસાર કરવો નહીં તથા પરિશ્રમનું ફળ મળતું જણાય.
મીન (Pisces)
જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી, અગત્યનાં કાર્યોમાં સફળતા જણાય અને દાંપત્યજીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે.