gujarat24

આજનું રાશિફળઃ આજે નિર્ણય લેવામાં સાવધાની રાખવી હિતાવહ, જાણો તમારું આજનું રાશિફળ

Aaj Nu Rashifal, October 25 , 2024:

આજે ગુજરાતી પંચાંગ મુજબ, 25 ઓક્ટોબર શુક્રવારે વિક્રમ સંવત 2380ના આસો વદની નોમ તિથિ છે. તો ચંદ્રરાશિ કર્ક અને રાહુ કાળ બપોરે 10:30થી 12:00 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ (Aries)

આજે આસો વદ નોમના દિવસે કૌટુંબિક વિવાદથી અંતર જાળવવું, કાર્યક્ષેત્રમાં ઈચ્છિત કાર્યને સહેલાઈ મેળવી શકાય સાથે જ નવા સંબંધ બને.

વૃષભ (Taurus)

અણધાર્યા લાભની શક્યતા રહે, અગત્યની બાબતમાં ઉતાવળીયું પગલું ભરવુ નહીં અને વાણી પર કાબુ રાખવો.

મિથુન (Gemini)

ભાવતું હતું ને વૈદે કહ્યું તેમ જણાય, નાણાકીય બાબતમાં મનોવાંછિત પરિણામ જણાય સાથે જ તબિયત સાચવવી.

કર્ક (Cancer)

નિર્ણય લેવામાં સાવધાની રાખવી હિતાવહ, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે અને મધ્યાહન બાદ કોઈ સમાચારની પ્રાપ્તિ સંભવ.

સિંહ (Leo)

પારકા કજિયા ઉછીના ન લેવાય તે ધ્યાનમાં રાખવું, નાણાકીય વ્યય વધારે જણાય તથા આરોગ્ય અંગે સાનુકુળતા જણાય.

કન્યા (Virgo)

સહકર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે, નવસર્જનના વિચારો આવે અને આર્થિક સાનુકૂળતા જણાય.

તુલા (Libra)

આપની વફાદારીનું ઉત્તમ ફળ ચાખવા મળે, જમીનમાં રોકાણમાં લાભદાયી જણાય તથા આર્થિક નવી તક સંભવ.

વૃશ્ચિક (Scorpio)

ભાગ્યનો સાથ મળતો જણાય, આર્થિક બાબતોમાં નવીન તક જણાય સાથે જ વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો.

ધન (Sagittarius)

નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય, ધનનો વધુ વ્યય ન થાય તે સાચવવું તથા પારિવારિક પ્રશ્નોનું સમાધાન સંભવ.

મકર (Capricorn)

વ્યાપારમાં લાભ જોવા મળે, વિશરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય અને ઉતાવળયો નિર્ણય લેવો નહિ.

કુંભ (Aquarius)

આર્થિક બાબતોમાં નવીન તક જણાય, અટવાયેલાં પ્રશ્નોનું નિરાકરણ જણાય અને વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ.

મીન (Pisces)

સંવેદનશીલ બાબતોમાં ધીરજ જાળવવી પડશે, કાર્યસ્થળમાં મહત્વની નીતિઓ અપનાવવી પડે તથા સ્વાસ્થ્યના પ્રશ્નોમાંથી છૂટકારો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *