gujarat24

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને સમસ્યાનો હલ જણાય, જાણો કેવો રહેશે તમારો દિવસ

Aaj Nu Rashifal , October 28 , 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 28 ઓક્ટોબર સોમવારે વિક્રમ સંવત 2380ના આસો વદની બારસ તિથિ છે. તો ચંદ્રરાશિ સિંહ અને રાહુ કાળ સવારે 07:54થી 09:17 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ
આજે સોમવારના દિવસે નવા કાર્યનો શુભારંભ સંભવ બને, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તથા પ્રવાસનું આયોજન સંભવ બને.

વૃષભ
નાણાકીય બાબતોમાં શુભ સંયોગ જણાય, મહેનતનું મધુર પરિણામ જણાય સાથે જ અંગત સંબંધોમાં વળાંક આવી શકે.

મિથુન
નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય, અશાંતિના વાદળો વિખરતા જણાય સાથે જ પ્રતિસ્પર્ધાથી દૂર રહેવું હિતાવહ.

કર્ક
નવસર્જનના વિચારો આવે, આર્થિક આયોજનો મધુર ફળ આપતા જણાય અને પારિવારિક નિર્ણય વિચારીને કરવો.

સિંહ
પારિવારિક ગંભીર પ્રશ્નોમાં હાશ અનુભવાય, નવા સાહસો વિચારીને કરવા તેમજ સામાન્ય શારીરિક થાક અનુભવાય.

કન્યા
દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહેશે, નિર્ણય વિચારી ને લેવા તેમજ આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ જણાય.

તુલા
અગત્યની કામગીરી આગળ વધતી જણાય, આર્થિકક્ષેત્રે વિચારીને પગલું ભરવું હિતાવહ તેમજ વાદ વિવાદ સમાપ્ત થાય.

વૃશ્રિક
અંગંત સંબંધોમાં મધુરતા જળવાઈ રહે, આર્થિક નવા માર્ગો મળતા જણાય અને ગેરસમજ મન દુઃખ ટાળવા.

ધન
વ્યવહાર કુશળતાથી ધારેલું પરિણામ મેળવાય, મહત્વના કામમાં પ્રગતિ જણાય સાથે જ આર્થિક પ્રગતિ જણાય.

મકર
સમસ્યાનો હલ જણાય, દાંપત્યજીવનમાં મધુરતા જણાય સાથે જ આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવું.

કુંભ
પડતર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જોવા મળે, દિવસની શરૂવાત કોઈ સારા સમાચારથી સંભવ બને અને આરોગ્ય સાચવવું.

મીન
સામાજિક બાબતોમાં ગમ ખાઈ ને આગળ વધવું, અગત્યના કાર્યો આગળ વધે સાથે જ તબિયત સાચવવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *