gujarat24

Vrushabh Rashifal 2025: વૃષભ રાશિના જાતકો માટે કેવું રહેશે આ વર્ષ અને કેવી મળશે તક, જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ

Vrushabh Rashifal 2025 Vikram Samvat 2081: દિપોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 2 નવેમ્બર 2024ના રોજથી વિક્રમ સંવત 2081નો પ્રારંભ થઈ રહ્યો છે આ સાથે જ ગુજરાતીઓનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ આખું વર્ષ વૃષભ રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

વૃષભ રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ
જય શ્રી કૃષ્ણ, વર્ષના આરંભે ગુરુમહારાજ વૃષભ રાશિમાં વક્રી થઇ ને ભ્રમણ કરે છે જે આપની જ રાશિ છે તેઓ 4-2-2025થી માર્ગી થશે અને 14-05-2025થી મિથુન રાશિમાં આવશે. જે આપની રાશિથી બીજા સ્થાને રહેશે જયારે શનિ મહારાજ કુંભ રાશિમાં વક્રી ગતિ ગતિથી ભ્રમણ કરે છે તે આપની રાશિથી દસમે છે જે 15-11-2024 બાદ માર્ગી થશે અને 29-3-2025થી મીન રાશિમાં આવશે. ત્યારે તમારી રાશિથી અગિયારમા સ્થાને સાથે આવશે સાથે જ વર્ષના આરંભે રાહુ મીન રાશિમાં છે. તથા વર્ષના આરંભે રાહુ મીન રાશિમાં છે જે તમારી રાશિથી અગિયારમા સ્થાને રહે અને 18-05-2025થી દશમે આવે છે.

ધર્મનું પાલન કરશો એટલી વધારે સફળતા મળશે પરંતુ સતત કાર્યશીલ રહેવું પડશે. વિલંબ બાદ સફળતા જોવા મળે સાથે જ અવનવી તકો મળશે અને આપની આર્થિક પરિસ્થિતિમાં સુધારો અનુભવાય. વર્ષદરમ્યાન નવીન રોકાણ કરવાથી લાભ જણાય સાથે જ દક્ષિણ તથા પશ્ચિમ દિશાના પ્રદેશ તરફથી કોઈ શુભ સમાચાર આપની ખુશી માં વધારો કરશે પરંતુ જો ભાગીદારીમાં વ્યવસાય હોય તો સંયમ રાખવો હિતાવહ રહે. પરદેશ રહેતા સ્નેહી સંબંધી તરફથી સહયોગ મળી શકે પરંતુ, ચિંતાથી ચતુરાઈ ઘટે એ યાદ રાખવું પડશે અને ધારેલી સફળતા વિદ્યાર્થીઓ ને પ્રાપ્ત થતી જણાય.

સંક્ષિપ્ત માં, જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન હરીફવર્ગ થી સાચવવું અને મે-જૂન પછી નોકરીમાં પ્રમોશન કે ધંધા વ્યવસાયમાં લાભ અનુભવાય. જો આપ કોઈ આર્થિક આયોજન કરતા હોવ તો મેં માસ આપને સાનુકૂળ નીવડે સાથે જ પરદેશ ગમન સંભવ બને પરંતુ જુન-જુલાઈમાં પ્રવાસ દરમિયાન સાચવવું હિતાવહ રહે. જૂન થી સપ્ટેમ્બર દરમિયાન આરોગ્ય બાબતે વિશેષ કાળજી રાખવી સાથે જ નોકરિયાત બહેનો માટે પ્રગતિની ઉત્તમ તક જણાય. યંત્ર-મશીનરી-વાહન બાબતે મૂડીરોકાણ ઓગસ્ટ થી સાનુકૂળ જણાય સાથે જ નવરાત્રી આસપાસ એકાદ નવી મધુર તક પ્રાપ્ત થતી જણાય.

મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીનનું વાર્ષિક રાશિફળ વાંચવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *