gujarat24

Ahmedabad: માત્ર 20 હજારની ચોરી થઈ એટલે સાંતેજ પોલીસે ફરિયાદ ના નોંધી, રાજકોટના રેન્જ IGની મદદથી ગાંધીનગર SPને રજૂઆત કર્યા પછી ફરિયાદ નોંધી

Ahmedabad News: અમદાવાદના છેવાડામા પર આવેલા રાંચચડા સ્થિત સુરમ્ય- 2 બંગ્લોઝમાં બુધવારે કે રાતના હથિયારો સાથે ત્રાટકેલા તસ્કરોએ રોકડ સહિત 20 હજારની મત્તાની ચોરી કરી હતી. જ્યારે કારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે ન મળતા નાસી ગયા હતા. આ બનાવ અંગે ગાંધીનગર જિલ્લાની સાંતેજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ, ચોરીમાં ગયેલા મુદ્દામાલની રકમ માત્ર 20 હજાર જ હોવાથી પોલીસે ફરિયાદ નોંધવાનું ટાળીને ફરિયાદી અને તેમના મિત્રને કલાકો સુધી પોલીસ ચોકી પર બેસાડીને પરેશાન કર્યા હતા.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે 61 વર્ષીય હરીશભાઈ ગુત્તીકર રાંચરડામાં આવેલા સુરમ્ય-૨ ખાતે તેમના પરિવાર સાથે રહે છે. બુધવારે રાતના 11 વાગે તે નિત્યક્રમ મુજબ સુવા માટે ગયા હતા. રાતના અઢી વાગ્યાની આસપાસ તેમના ઘરમાં અવાજ થતા તપાસ કરી ત્યારે તેમના રૂમના કબાટનો દરવાજો ખુલ્લો હતો અને તેમની માતાના રૂમનો કબાટ પણ ખુલ્લો હતો. જેથી તસ્કરો હોવાની શંકાને આધારે તપાસ કરી ત્યારે રૂમમાં ચાર તસ્કરો હરીશભાઈની લેપટોપ બેગ, તેમના પત્નીના પર્સમાંથી મુદ્દામાલ કાઢી રહ્યા હતા અને હરીશભાઈએ બુમાબુમ કરતા તે કારની ચાવી લઈને બહાર નાસી ગયા હતા. પરંતુ, કાર નીકળી ન શકતા ચારેય લોકો નાસી ગયા હતા. ચાર તસ્કરો પૈકી બે પાસે હથિયાર હતા.

આ બનાવ અંગે પોલીસને જાણ કરતા સાંતેજુ પોલીસના પીએસઆઈ ચુડાસમા સ્ટાફ સાથે આવ્યા હતા અને તપાસ કરતા કુલ 20 હજારની મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ હરીશભાઈને સવારે આઠ વાગે ચોકી પર આવવાનું કહ્યું હતું પણ બપોર સુધી ફરિયાદ નોંધી નહોતી. તે પછી હરીશભાઇને સાંજે ચાર વાગે બોલાવ્યા હતા ત્યારે એમ કહ્યું કહ્યું હતું કે 20 હજારની મતાની ચોરી થઈ છે. જેથી સાદી અરજી લઇને તપાસ કરીશું.

જો કે હરીશભાઈના એક મિત્ર રાજકોટ રેંજ આઇજી અશોક યાદવના ભાઇ હોવાથી તેમણે આ બાબતે અશોક યાદવને કહ્યું હતું અને રાજકોટ રેંજ આઇજી અશોક યાદવે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજાને વાકેફ કર્યા હતા. જેથી ગાંધીનગર એસપીએ પીએસઆઇ ચુડાસમાને આ બાબતે ઠપકો આપીને તાત્કાલિક ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાનું રહેતા પોલીસે ફરિયાદ નોંધી હતી. જો કે આ સમયે સમયે પીએસઆઈ ચુડાસમાએ એસપી રવિ તેજા સાથે દલીલ કરી હતી કે માત્ર 20 હજારની ચોરી છે એટલે ફરિયાદ નોંધી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *