Gujarat ATS: ગુજરાત ATSની ટીમે ફેસબૂક ફેન્ડને ઓખા જેટી પરની કોસ્ટગાર્ડની બોટના નામ-નંબરની ગુપ્ત માહિતી પાકિસ્તાની મહિલા જાસૂસને મોકલતા યુવકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં છેલ્લા ત્રણ વર્ષથી ઓખા જેટી પર કોસ્ટગાર્ડની બોટોનું રિપેરિંગ કરતો યુવક રોજના માત્ર રૂપિયા 200 કમાવવા માટે પાકિસ્તાન માટે જાસૂસ બની ગયો હતો.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મળતી વિગત મુજબ, ધોરણ 8 પાસ યુવકને 7 મહિના પહેલા પાકિસ્તાન નેવી માટે કામ કરતી ISIની મહિલા જાસૂસ શાહીમા સાથે ફેસબૂક પર મિત્રતા થઈ હતી. ગુપ્ત માહિતી માટે મહિલાએ વોટસએપ પર ચેટ કરી નાણાંની ઓફર કરતા યુવક લલચાયો હતો. યુવકે મિત્રના બેંક ખાતા નંબરની લિંક મોકલી પાકિસ્તાની જાસૂસને ડિફેન્સની બોટોની ગુપ્ત માહિતી શેર કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આંરભડા ગામના દિપેશ બટુક ગોહેલની ગુજરાત ATSની ટીમે પાકિસ્તાન માટે જાસૂસી કરવા મામલે ધરપકડ કરી હતી. ગુજરાત ATSના અધિકારીઓને બાતમી મળી હતી કે, કોસ્ટગાર્ડની બોટોનું ઓખા જેટી પર રિપેરીંગ કરતો દીપેશ છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિયન કોસ્ટગાર્ડની ગુપ્ત માહિતી પાકિસ્તાની જાસૂસને મોકલી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે આરોપીને અમદાવાદ બોલાવી પૂછપરછ કરી હતી.
પોલીસ તપાસમાં થટસ્ફોટ થયો કે, યુવક દીપેશ ગોહેલને સાત માસ પહેલા ફેસબુક પર શાહીમા નામની યુવક સાથે ફેસબૂક પર મિત્રતા થઈ હતી. શાહીમાએ દીપેશને પોતે પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું અને કોસ્ટગાર્ડની બોટોની માહિતી મોકલવા જણાવ્યું હતું. આ પેટે રોજના રૂપિયા 200 લેખે રકમ ચુકવશે તેમ જણાવ્યું હતું. દીપેશ દેશની ગુપ્ત માહિતી અન્ય દેશના આર્મી, નેવી અધિકારીને આપવી ગેરકાયદે કૃત્ય હોવાનું જાણતો હોવા છતાં મામૂલી રકમ માટે જાસૂસ બન્યો હતો.
આરોપીએ પાકિસ્તાન જાસૂસને નાણાં જમા કરાવવા માટે મિત્રોના બેંક ખાતાની વિગતો આપી હતી. ATSની તપાસમાં આરોપીએ આપેલા બેંક ખાતામાં સાત માસ દરમિયાન 42 હજાર રૂપિયા જમા થયા હતા. દીપેશ ગોહેલે પોતે આચરેલા ગેરકાયદે કૃત્યની કબૂલાત કરતા ATSએ આરોપી વિરૂદ્ધ બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 91 અને 148 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.