gujarat24

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલનો સરકારી કર્મચારી હિતલક્ષી નિર્ણય, ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરાયો

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તારીખ 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે. રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂપિયા 53.15 કરોડનું ભારણ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *