ફેંગલ વાવાઝોડાંને કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં વ્યાપક તારાજી સર્જાઇ છે. વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં એક સ્થળે ભારે વરસાદથી સર્જાયેલી ધસમસતા પૂરની સ્થિતિ વચ્ચે બસો તણાયાનો વીડિયો વાઇરલ થયો હતો.
મહત્ત્વનું છે કે, તમિલનાડુ અને પુડુચેરીમાં સોમવારે પણ તમામ સ્કૂલ-કોલેજો બંધ રહી હતી. હવે કેરળમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સ્કૂલ કોલેજોમાં રજા અપાઈ છે.