Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વસંતપંચમી નિમિત્તે તારીખ 02-02-2025ને રવિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા કલરફૂલ સેવંતીના મિક્સ ફુલો વડે દિવ્ય શણગાર કરાયો છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે મા સરસ્વતીની આરાધનાના અવસર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. આ વાઘા મથુરામાં 15થી 20 દિવસની મહેનતે 10-15 કારીગરોએ બનાવ્યા છે. આ ઉપરાંત દાદાના સિંહાસને બેંગ્લોર, મદ્રાસ અને કલકત્તાથી મંગાવેલા ઓર્કિડના ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર 6 સંતો, પાર્ષદ અને ભક્તોને કરતાં અંદાજે 4 કલાક જેટલો સમય લાગ્યો હતો.