Mahakumbh 2025: સોમવારે પ્રયાગરાજમાં સંગમતીર્થ સ્થાને વસંતપંચમીનું મહાકુંભ મેળાનું ચોથું શાહી સ્નાન થશે. આ દિવસે કરોડો શ્રદ્ધાળુંઓ ગંગા-યમુનાના વિવિધ ઘાટ પર સિદ્ધિ અને સાધ્ય યોગમાં સ્નાન કરીને ધન્યતા અનુભવશે. ત્યારે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં આ શાહી સ્નાનો લાભલેવા ઉત્સુક છે, પણ STની 119 લોકોએ ટિકિટ રદ કરાવી છે. જોકે, ખાનગી લકઝરી બસો અને ખાનગી વાહનોમાં મોટાભાગના લોકો પ્રયાગરાજ માટે રવાના પણ થઇ ગયા છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
બીજી તરફ મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં ભાગદોડ મચી જતા 30 જેટલા લોકોના મોત બાદ લોકોમાં એક ડર પણ પેસી ગયો છે. ભાગદોડની દુર્ઘટના સિવાય પણ કાચા-પોચા હૃદયના, બીપી, ડાયાબિટીશ,અસ્થમાં સહિતની બીમારી વાળા લોકોના આ ભીડમાં મોત થયા હોવાના સમાચારો જાણીનો હવે લોકો જીવના જોખમે મહાકુંભમાં જવાનું ટાળી રહ્યા છે. એસટીની એસી વોલ્વો બસમાં એડવાન્સ બુકિંગ કરાવનારા 119 લોકોએ તેમની ટિકિટો રદ કરાવી પ્રયાગરાજ જવાનું ટાળી દીધું છે. અમદાવાદથી પ્રયાગરાજ જતી ટ્રેનો હાઉસફૂલ દોડી રહી છે. તો બીજી તરફ અમદાવાદથી પ્રયાગરાજ માટેના વિમાની ભાડા પણ 60 હજારથી વધુના બોલાઇ રહ્યા છે.