Surat News: ધારાસભ્ય વિનુ મોરડિયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમણે કતાર ગામમાં રહેણાંક વિસ્તારમાં ભંગારના ગોડાઉન ઉપર સવાલો ઉઠાવ્યા હતા. નોટિસ આપ્યા પછી કાર્યવાહી કરશે તેવું અધિકારીએ કહેતા ધારાસભ્ય ગુસ્સે થયા હતા.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
MLAએ કહ્યું કે, રહેણાંક મિલકતોની કાર્યવાહી વખતે નોટિસ નથી અપાતી. લોકોની ઘરવખરી બહાર કાઢવાની તક પણ આપવામાં નથી આવતી. તો ગેરકાયદે ગોડાઉન માટે નોટિસ આપવાની શું જરૂર. ધારાસભ્ય સિક્યુરિટી સિસ્ટમ સામે પણ આક્રમક થયા હતા. તેમણે એવું કહ્યું હતું કે, મોટાભાગના પોઈન્ટ પર ભૂતિયા સિક્યુરિટી ગાર્ડ હોય છે સિક્યુરિટી ગાર્ડની હાજરી બતાવીને પાલિકાને ચૂનો લગાવવામાં આવે છે. વોર્ડ ઓફિસ ગાર્ડન માત્ર ચોપડા પર જ સિક્યુરિટી ગાર્ડ છે. સિક્યુરિટી પોઇન્ટ પર બાયોમેટ્રિક સિસ્ટમ શરૂ કરવા વાત કરી છે. તેમણે મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ધારાસભ્ય દ્વારા અધિકારીઓ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. આ પછી અધિકારીઓને ગંભીર મુદ્દે ટકોર કરવામાં આવી છે.
મહત્ત્વનું છે કે, વિનુ મોરડિયા કતારગામ વિધાનસભાના ધારાસભ્ય સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં જે ભૂતિયા સિક્યુરિટી ગાર્ડ હોય છે અને જે ભંગારના રહેણાક વિસ્તારમાં ભંગારના ગોડાઉનો ખોલવામાં આવ્યા છે તેને લઈને ટકોર કરવામાં આવી છે અને જવાબો પણ માંગવામાં આવ્યા છે.