Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને ૮ કોર્પોરેશન્સની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ ૧૪ ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ તારીખ ૫ ફેબ્રુઆરી થી ૯મી ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ મહિલા પદાધિકારીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટની ટિમ્સ સાથે પરિચય વિધિ કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.