Tata Nexon EV 2024: ટાટા મોટર્સે આજે તેની નેક્સોન રેન્જમાં મોટું અપડેટ આપ્યું છે. આજે, નવા CNG વેરિઅન્ટમાં Nexon લોન્ચ કરવાની સાથે, કંપનીએ તેના ઈલેક્ટ્રિક વર્ઝન Nexon EVમાં એક મોટું બેટરી પેક પણ આપ્યું છે. હવે નવી નેક્સોન ઇલેક્ટ્રિક 45kWh બેટરી પેક સાથે પણ અવેલેબલ છે. એટ્રેક્ટિવ લૂક અને પાવરફુલ મોટરથી સજ્જ આ SUVની કિંમત 13.99 લાખ રૂપિયા કંપની દ્વારા નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ કારનું નવું રેડ ડાર્ક એડિશન પણ લોન્ચ કર્યું છે જેની કિંમત રૂ. 17.19 લાખ (એક્સ-શોરૂમ) છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ટાટા મોટર્સનું જણાવ્યું છે કે, આ કારનું 45kwh બેટરી પેક વેરિઅન્ટ વધુ પાવરફુલ છે અને તે 40kwh વેરિઅન્ટ જેટલી જ જગ્યા લે છે. આ SUV સિંગલ ચાર્જ પર 489 કિમી (ARAI પ્રમાણિત)ની રેન્જથી સજ્જ છે. કંપનીએ એવું પણ જણાવ્યું છે કે રિઅલમાં આ SUV 350 કિમીથી 370 કિમીની રેન્જ આપશે. આમાં માત્ર બેટરી પેક જ નહીં પરંતુ તેની ચાર્જિંગ ક્ષમતામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
નવી Nexon EV 45kWh બેટરી માત્ર 48 મિનિટમાં 10થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. જે અગાઉના મોડલમાં અંદાજે 56 મિનિટ લેતી હતી. જોકે, મોટી બેટરીના કારણે એસયુવીનું વજન થોડું વધી ગયું છે. કંપનીને આશા છે કે આ નવું વેરિઅન્ટ NCAP ક્રેશ ટેસ્ટમાં પણ વધુ સારો સ્કોર કરશે.
કંપનીએ તેમાં કેટલાક નવા ફીચર્સ પણ સામેલ કર્યા છે. નેક્સોન ઇલેક્ટ્રિકમાં, કંપનીએ આગળના ભાગમાં પેનોરેમિક સનરૂફ અને ફ્રંક (બોનેટમાં આપવામાં આવેલી નાની સ્ટોરેજ સ્પેસ) પણ પ્રદાન કરી છે. વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, વ્હીકલ ટુ વ્હીકલ (V2V), વ્હીકલ ટુ લોડ (V2L) અને 7.2kw AC ફાસ્ટ ચાર્જર તેના ઉચ્ચ વેરિઅન્ટમાં આપવામાં આવી રહ્યા છે.
નેક્સન રેડ ડાર્ક એડિશનની કિંમત 17.19 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તે એમ્પાવર્ડ પ્લસ વેરિઅન્ટ પર આધારિત છે અને તેની કિંમત તેના કરતાં અંદાજે રૂપિયા 20,000 છે. તેમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે જે તેને રેગ્યુલર મોડલથી અલગ બનાવે છે. તેમાં મેટ-બ્લેક ફિનિશ બોડી છે. આ સિવાય 16 ઇંચના ગ્લોસ બ્લેક એલોય વ્હીલ્સને સ્ટાન્ડર્ડ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. તેની કેબિનને ‘રેડ ડાર્ક’ થીમથી શણગારવામાં આવી છે જે લાલ લેધર સીટ સાથે આવે છે. તેમાં પેનોરેમિક સનરૂફ પણ છે.
નવી નેક્શન ઈવીની કિંમત (Tata Nexon EV Price)
- Creative 45 13,99,000 રૂપિયા
- Fearless 45 14,99,000 રૂપિયા
- Empowered 45 15,99,000 રૂપિયા
- Empowered + 45 16,99,000 રૂપિયા
- Empowered + 45 Red DARK 17,19,000 રૂપિયા