gujarat24

સ્કૂલ ડ્રેસમાં જોવા મળી એક્ટ્રેસ અનન્યા પાંડે, થથરાવી દે એવી થ્રિલર ફિલ્મ ‘CTRL’નો ફર્સ્ટ લૂક શેર કર્યો

Ananya Pandey New film: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આ વખતે તેના કરિયરમાં કંઈક નવું કરવા જઈ રહી છે. આ વખતે તે ‘CTRL’ નામની થ્રિલર ફિલ્મમાં જોવા મળશે.ત્યારે અનન્યાએ પહેલીવાર આ ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આ લૂક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ લૂકમાં અનન્યા વિન્ટેજ સ્કૂલ ગર્લને વાઇબ્સ આપતી જોવા મળી રહી છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

અનન્યાએ ‘CTRL’ પરથી તેનો ફર્સ્ટ લુક ફ્લોન્ટ કરતી હોય તેવા ઘણાં ફોટો શેર કર્યા છે. ફોટોમાં તેણે ચેકર્ડ સ્વેટર સાથે પટ્ટાવાળી શર્ટ પહેરેલી છે, જે સુંદર રીતે બેઝ શોર્ટ સ્કર્ટ સાથે જોડાયેલી છે. તેના વાળ અડધા બંધાયેલા છે. આ ઉપરાંત તેણે કાળા મોજાં અને ટ્રેન્ડી પ્લેટફોર્મ શૂઝ સાથે પણ કેરી કર્યા છે. કેન્ડિડ શૉટ્સમાં તે વિન્ટેજ સ્કૂલ ગર્લના લુકમાં જોઈ શકાય છે.

‘CTRL’ એ વિક્રમાદિત્ય મોટવાની અને અવિનાશ સંપથ દ્વારા લિખિત અને દિગ્દર્શિત આગામી થ્રિલર ફિલ્મ છે. જેના ડાયલોગ સુમુખી સુરેશ દ્વારા લખાયેલા છે. નિખિલ દ્વિવેદી અને આર્ય મેનન દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અનન્યા અને વિહાન સામત છે. તેની સાથે અપારશક્તિ ખુરાના પણ તેમાં જોવા મળશે. આ ફિલ્મ આગામી 4 ઓક્ટોબરે Netflix પર રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *