IIFA Awards 2024: UAEના અબૂ ધાબીમાં આઈફા એવોર્ડ 2024 (IIFA Awards 2024)ની ઉજવણી થઈ હતી. અહીં ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સે ધૂમ મચાવી હતી. આ એવોર્ડ સેરેમનીમાં શાહરુખ ખાન અને વિકી કૌશલ સહિતના ઘણાં સ્ટાર્સે પર્ફોર્મ કર્યું હતું. ત્યારે આ એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડમાં કયા એક્ટર અને એક્ટ્રેસને કયો એવોર્ડ મળ્યો તેના વિશે અમે તમને જણાવીએ.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આ કેટેગરીમાં સ્ટાર્સને એવોર્ડ મળ્યા
- બેસ્ટ ફિલ્મઃ એનિમલ – ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, પ્રણય રેડ્ડી વાંગા
- બેસ્ટ ડિરેક્ટઃ વિધુ વિનોદ ચોપડા – 12મી ફેઇલ
- બેસ્ટ એક્ટરઃ શાહરુખ ખાન – જવાન
- બેસ્ટ એક્ટ્રેસઃ રાની મુખર્જી – મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ અનિલ કપૂર, એનિમલ
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ શબાના આઝમી – રોકી ઔર રાની કી પ્રેમ કહાની
- બેસ્ટ પર્ફોમન્સ ઈન નેગેટિવ રોલઃ બોબી દેઓલ – એનિમલ
- બેસ્ટ મ્યૂઝિક ડિરેક્શનઃ પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેય પુરાણિક, જાની, ભૂપિંદર બબ્બલ, અશિમિ કેમસન, હર્ષવર્ધન રામેશ્વર – એનિમલ
- બેસ્ટ પ્લેબેક સિંગર મેલઃ ભૂપિંદર બબ્બલ – અર્જન વૈલી -એનિમલ
- બેસ્ટ પ્લેબેક સિંગર ફીમેલઃ શિલ્પા રાવ – ચલેયા – જવાન