અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા ધી રુલ કમાણીના નવા રેકોર્ડ સર્જે તેવી શક્યતા છે. ટ્રેડ વર્તુળોના અંદાજ અનુસાર આ ફિલ્મ પહેલા જ દિવસે વિશ્વભરમાં 300 કરોડની કમાણીનો રેકોર્ડ સર્જે તેવી સંભાવના છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ બહુ ધમાકેદાર રીતે શરુ થયું છે. એડવાન્સ બુકિંગના પહેલા જ દિવસે તેણે 8 કરોડ રૂપિયાનું કલેક્શન મેળવી લીધું છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ફિલ્મ પહેલા દિવસે દેશમાં 230 કરોડની અને વિદેશમાં 70 કરોડની કમાણી કરશે તેવો અંદાજ મૂકાઈ રહ્યો છે. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર હિંદી સહિતની ભાષાઓમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થતાં ગણતરીના કલાકોમાં જ કેટલાય શો હાઉસફૂલ બૂક થઈ ગયા હતા. મુંબઈ તથા દિલ્હી જેવાં કેટલાંક શહેરોમાં તો અમુક શોમાં 2400 રુપિયાની ટિકિટ નક્કી કરાઈ હોવા છતાં પણ ભરપૂર એડવાન્સ બૂકિંગ શરુ થયું હતું.