gujarat24

Ahmedabad: AUDA 76.256 કિમીના SP રિંગ રોડને અઢી વર્ષમાં 6 લેન કરશે, બેઠકમાં સાણંદ GIDC સહિત 18 ટીપીને પરામર્શ

Ahmedabad News: AUDAના સ્થાપના દિવસે મળેલી બેઠકમાં સાણંદ GIDC સહિત 18 TPને પરામર્શ આપવાની સાથે રોજના એક લાખ વાહનોની અવરજવર ધરાવતા SP રીંગરોડને 6 લેન કરવા સહિતના મહત્વના નિર્ણય લેવાયા હતાં. AUDA દ્વારા રૂપિયા 2200 કરોડના ખર્ચે 76.256 કિલો મીટરના SP રીંગ રોડને આગામી અઢી વર્ષમાં 4 લેનથી વધારી 6 લેન કરાશે. રીંગ રોડને વિકસાવાનું કામ ઝડપથી પૂરું થાય તે માટે પૂર્વનો 37 કિલો મીટર અને પશ્ચિમનો 39.254 કિલો મીટર વિસ્તારના ટેન્ડર કરીને બે અલગ-અલગ કંપનીઓને કામ અપાશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

સાબરમતી નદી પરના ભાટ અને કમોડ હયાત બ્રિજની બંને બાજુ 3 લેનના નવીન બ્રિજ બનાવાશે. ભાટ સર્કલ, ચિલોડા સર્કલ અને અસલાલી સર્કલ પર થતાં ટ્રાફિકના ભારણને ધ્યાને લઇને 6 માર્ગીય અંડરપાસ બનાવવા સહિત હયાત ત્રાગડ અંડરપાસ બંને બાજુ બીજા 2-2 માર્ગીય નવીન અંડરપાસ બનાવાશે.

AUDA દ્વારા છેલ્લા 10 વર્ષથી પ્લાનકે સર્ટિફિકેટ માટેની ફીમાં કોઇ વધારો કરાયો નહતો. જેની સામે મ્યુનિસિપલ કોર્પોરેશને ડબલ ફી કરી હતી. જેથી હવે AUDAએ પણ વિવિધ પ્લાન અને સર્ટિફિકેટ માટે સોમવારથી ડબલ ફી વસુલવા નિર્ણય કર્યો છે. જેમાં TP સ્કીમ પ્લાનની 2000થી વધારી 4000, TPના પાર્ટ પ્લાનના 500થી વધારી 1000, એફ- ફોર્મ, ઝોનીંગ સર્ટિફિકેટના 300થી વધારી 500 ફી કરાઇ છે. સોમવારથી નવી આ પ્રકારની અરજીઓમાં ડબલ ફી વસુલાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *