સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીનું AWS ક્લાઉડ ક્લબ કાર્યરત છે. સિલ્વર ઓક યુનિવર્સિટી AWS ક્લાઉડ ક્લબના આગવા અને વિશિષ્ટ કાર્યક્રમો અને પહેલોના કારણે, AWS એકેડેમી એડવોકેસી હેડ, જેન લૂપર, AWS, USA, સિલ્વર ઓક યુનિવર્સિટીની ખાસ મુલાકાતે આવ્યા હતા.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
તેમની મુલાકાત સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ટેક્નોલોજી અને ક્લાઉડ એજ્યુકેશનના ક્ષેત્રમાં અગ્રણી અવાજને સાંભળવાની અનોખી તક તરીકે ઉભરી આવી હતી. તેમણે સિલ્વર ઓક યુનિવર્સિટીના ક્લાઉડ ક્લબના કેપ્ટન્સ સાથે અમદાવાદની હેરિટેજ વોકનો આનંદ પણ માણ્યો હતો. આ હેરિટેજ વોક 19મી સદીના કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈ, જેમાં અનેક પોળો, ચોક અને 15મી સદીના વિખ્યાત સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ પણ તેમની સાથે ઈન્ટરેક્ટ કર્યું હતું અને ક્લાઉડ કોમ્પ્યુટીંગ અને કારકિર્દી વિશે મૂલ્યવાન માર્ગદર્શન મેળવ્યું હતું. સિલ્વર ઓક યુનિવર્સિટીના એક્ઝીક્યુટીવ પ્રેસિડેન્ટ પૂનમ અગ્રવાલે જેન લૂપરનું ગુજરાતના પ્રતીકસમા એવા રેંટીયાથી સન્માન કર્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો.
સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે તેમણે વિદ્યાર્થી અને શિક્ષકો સાથે તેમના અનુભવ શેર કર્યા હતા અને AWS તથા ક્લાઉડ ટેક્નોલોજીના નવીનતમ ટ્રેન્ડ્સ પર નોંધપાત્ર વાતચીત કરી હતી. તેમણે શૈક્ષણિક ક્ષેત્રમાં AWSના યોગદાન અને ક્લાઉડ ટેક્નોલોજીના વ્યાપને વધારવા માટે સિલ્વર ઓક યુનિવર્સિટીના ઘણા એવા સૂચનો ધ્યાને લીધા હતા અને એને વૈશ્વિક સ્તરે અમલવારી કરવાની આતુરતા દાખવી હતી.