Ahmedabad News: વળતરની લાલચમાં હજારો નાના રોકાણકારોને રાતા પાણીએ રડાવનારાં BZ સોલ્યુશનના મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઘણાં ઓછા સમયમાં સાબરકાંઠા અરવલ્લી સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં નેટવર્ક ઉભું કરી દીધું હતું. એટલું જ નહીં, માત્ર ચારેક વર્ષમાં મહાઠગે લાખો કરોડોનું સામ્રાજ્ય ઉભુ કર્યું હતું. રોકાણકારોના પૈસે ઈલેક્ટ્રોનિકસનાશો-રૂમથી માંડીને ફાયનાન્સ પેઢી શાળા-કોલેજો શરૂ કરી ભૂપેન્દ્રસિંહ જાણે બિઝનેસમેન-સેલિબ્રિટી બની બેઠો હતો.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મહાઠગે નાના રોકાણકારોના પેસાના જોરે એક પછી એક પેઢી શરૂ કરવા માંડી હતી. શરુઆતના તબક્કામાં બીઝેડ ઈન્ટરનેશનલ બ્રોકીંગ, ફાયનાન્સ કંપની શરૂ કરી હતી જેથી રોકાણકારોમાં વિશ્વાસ બેઠો હતો. આ ઉપરાંત તેણે BZ સંસ્કાર સ્કૂલથી માંડીને ગ્લોબલ એજયુકેશન કેમ્પસનો પ્રારંભ કરી શિક્ષણ જગતમાં પણ પગદંડો જમાવી દીધો હતો. મહાઠગે તો BZ ઇલેકટ્રોનિંકસનો શો રુમ શરૂ કરીને નવો ધંધો શરુ કર્યો હતો. આ શો રુમથી જરોકાણકારોથી માંડીને એજન્ટોને સ્માર્ટ ટીવી-ફ્રિજ જેવી ગિફ્ટો પહોંચાડવામાં આવતી હતી.