Ahmedabad News: બાપુનગરમાં રહેતા માનસિક પીડીત યુવકે બે સંતાનો સાથે આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેને લઈને પત્ની બહાર ગામ ગઈ હતી તેનો લાભ ઉઠાવીને પ્રથમ સગીર દિકરીને ઉલ્ટી ના થાય તેની દવા પીવડાવી હતી. બાદમાં દસ વર્ષના પુત્રને પૂણ ઉલ્ટીના થાય તે દવા પીવડાવ્યા બાદ પાણીમાં સોડિયમ નાઈટ્રાઈટ આપતાં તેના હોઠ વાદળી પડી જતાં તે ગભરાઈને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. સારવાર દરમિયાન પુત્રનું મોત થયું હતું. આ બનાવ અંગે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ચાંદખેડામાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા યોગેશભાઈ ગોવિંદભાઈ ગોહેલ (ઉ.વ.51)એ બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગર ગવર્નમેન્ટ ઈકોલોની નર્મદા સોસાયટી પાસે રહેતા પોતાના નાના ભાઈ કલ્પેશભાઈ ગોવિંદભાઈ ગોહેલ (ઉ.વ.47) સામે ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સવારે આરોપી ભાઈની પત્ની બહાર ગામ ગઈ હતી ત્યારે પોતે પોતાના બે બાળકો સાથે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું.
જેના ભાગરૂપે પ્રથમ ૧૫ વર્ષની પોતાની પુત્રી અને દસ વર્ષના પુત્રને ઉલ્ટી ના થાય તે દવા પીવડાવી હતી ત્યારબાદ પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રાઈટ આપતાં તેના હોઠ વાદળી પડી જતાં તે ગભરાઇને મોબાઇલ ઘરે મૂકીને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. બીજી તરફ બન્ને સંતાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પુત્રનું મોત થયું હતું. આ બનાવ અંગે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પિતા માનસિક પીડીત હતો અને અગાઉ પણ પોતે બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.