gujarat24

Ahmedabad: કર્ણાવતી યુનિવર્સિટીના KCEILએ હિપહોપને પ્રોત્સાહન આપતી ઈવેન્ટ UNCAGEDનું આયોજન કર્યું

Ahmedabad News: કર્ણાવતી યુનિવર્સિટીના કર્ણાવતી સેન્ટર ફોર એક્સપિરેન્શિયલ એન્ડ ઈમર્સિવ લર્નિંગ (KCEIL)એ હિપહોપ અને રેપરની વાઈબ્રન્ટ દુનિયાને સમર્પિત નાઈટ ઈવેન્ટ UNCAGEDનું આયોજન કર્યું હતું. આ બે દિવસની ઈવેન્ટમાં પ્રચલિત એમસી હિમ સહિત ધ ધારાવી ડ્રિમ પ્રોજેક્ટના કુશળ કલાકરોએ પોતાની કળા રજૂ કરી હતી. આ ઈવેન્ટમાં પ્રચલિત એમસી હીમ અને લીવ નો ફિંગરપ્રિન્ટ્સનો ઈનોવેટિવ કોન્સર્ટ સહિત ધ ધારાવી ડ્રીમ પ્રોજેક્ટના કુશળ કલાકારોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ધારાવી ડ્રીમ પ્રોજેક્ટ છેલ્લા કેટલાક દાયકાથી એશિયાની સૌથી વધુ ઝૂંપડપટ્ટી ધરાવતો વિસ્તાર ધારાવીમાં કળાઓ અને સર્જનાત્મકતા બહાર લાવતું આશાનું કિરણ છે. જે સંગીતની મદદથી લોકોની પ્રતિભાને સ્ટેજ પૂરુ પાડવાની ચળવળ છે. ટીડીડીપી હિપ-હોપ ટેલેન્ટની મદદથી પ્રોત્સાહન અને સમર્થન આપે છે. જે નાણાકીય અવરોધોને દૂર કરતાં આ અનન્ય જગ્યામાં કૌશલ્યને બહાર લાવતાં જ્ઞાનની સુલભતા ઉપલબ્ધ કરાવે છે.

KCEIL કર્ણાવતી યુનિવર્સિટીમાં TDDP લાવ્યા,જેનાથી આ ઇવેન્ટ માત્ર પ્રદર્શનને બદલે એક સમૃદ્ધ શિક્ષણ અનુભવમાં પરિવર્તિત થઇ. જેના યુવા કલાકારોએ પોતાના એસી ટ્રેનમાં પ્રથમ વખત મુસાફરી કરવાના અનુભવો રજૂ કરતાં પોતાની સફળ ગાથા જણાવી હતી. તેમણે પરિશ્રમને તકમાં તબદીલ કરવાની રીત રજૂ કરતાં પ્રેક્ષકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ધારાવીમાંથી આવતા ટેલેન્ટની સંઘર્ષગાથાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે સહાનુભૂતિ અને એકતાની અવિશ્વસનીય ભાવના જન્માવી હતી. આ ઉભરતી પ્રતિભાઓના ભાવિને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણા વિદ્યાર્થીઓએ અનેક ભેટો દ્વારા મદદ કરવાની પહેલ કરી હતી.

બીજી નાઈટ ઈવેન્ટમાં એમસી હીમએ માર્ગદર્શક અને પ્રોત્સાહના સ્રોત તરીકે સ્ટેજ પર ચાર ચાંદ લગાવ્યા હતા. તેણે આ પદ હાંસલ કરવામાં નડેલા પડકારો વિશે જણાવી પોતાની સફળતાની સફર સંગીતના માધ્યમથી રજૂ કરી પ્રેક્ષકો- વિદ્યાર્થીઓને મોહિત કરવાની સાથે પ્રોત્સાહન પણ આપ્યું હતું.

અમદાવાદના એક પ્રાયોગિક ડિઝાઇન કલેક્ટિવ લીવ નો ફિંગરપ્રિન્ટ્સના 20થી વધુ પ્રતિભાશાળી રેપર્સે આખી રાત પરફોર્મ કરીને માહોલને ઉત્સાહથી ભરી દીધો હતો. દરેક કલાકારને એમસી હેમ તરફથી માર્ગદર્શન મળ્યું, જેમણે તેમની કળાને વધુ સારી બનાવવામાં માટે અમૂલ્ય આંતરદૃષ્ટિ પ્રદાન કરી.

એકંદરે UNCAGED એ માત્ર એક મ્યુઝિક ઈવેન્ટ નહીં, પરંતુ વિવિધ પ્રતિભાઓને એકમંચ પર લાવી પ્રોત્સાહન આપનારી ઈવેન્ટ બની હતી. કર્ણાવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોતાના સપનાઓ વચ્ચે આવતાં તમામ અવરોધોને દૂર કરી આગળ વધવા જરૂરી અવિશ્વસનીય પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું હતું.

કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડન્ટ રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, KCEIL એ અમારી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સામાજિક બદલાવ માટે પ્રોત્સાહન અને સમજણ આપતું માધ્યમ છે. આ પ્રકારની ઈવેન્ટ મારફત વિદ્યાર્થીઓની કળાઓને બહાર લાવવા અને ઉત્સુકતામાં વધારો કરીએ છીએ. જે જીવનમાં ડગલે અને પગલે જ્ઞાન, પ્રેમ અને સહાનુભૂતિની ભાવનાને અનુસરવા પ્રોત્સાહન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *