Ahmedabad News: વિદ્યાર્થીઓના સાર્વત્રિક આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી નવગુજરાત ગ્રૂપ ઑફ કૉલેજિસએ કેમ્પસમાં વિદ્યાર્થીઓની માનસિક આરોગ્યની જરૂરિયાતોને પૂરી કરવા માટે બે ખ્યાતનામ કાઉન્સિલરોને નિયમિતપણે આમંત્રિત કરવાનું શરૂ કર્યું છે તથા આરોગ્યની માનસિક અને સામાન્ય જાગૃતિ પરના નિયમિત સેશનો યોજવાનું પણ શરૂ કર્યું છે. તેની સાથે અનુરૂપ રહીને સંસ્થાએ હાલમાં જ વિદ્યાર્થીઓ માટે બે સેમિનાર યોજ્યાં હતાં, જેમાં ઘણાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આ પ્રોગ્રામની સફળતામાંથી પ્રેરિત થઇને સંસ્થાએ ગ્રૂપની તમામ કૉલેજોના વિદ્યાર્થીઓ માટે સમયાંતરે આ પ્રકારના સેશનો હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેથી કરીને વિદ્યાર્થીઓની સુખાકારીનું જતન કરી શકાય અને આરોગ્ય પ્રત્યેના સાર્વત્રિક અભિગમને પ્રોત્સાહન આપી શકાય. આ પ્રકારની પહેલમાંથી નવગુજરાત ગ્રૂપ ઑફ કૉલેજિસની તમામ સંસ્થાઓના 5,000 વિદ્યાર્થીઓને લાભ થાય તેવી અપેક્ષા છે.
માનસિક સુખાકારી પરનું સેશન માનસિક આરોગ્યના મહત્ત્વના પાસાંઓ પર કેન્દ્રીત હતું, જેમાં જાગૃતિના મહત્ત્વ, વર્તણૂકમાં ફેરફાર અને લાંછન ઘટાડવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં માનસિક સ્વાસ્થ્ય અંગેની ચિંતાઓને સક્રિયપણે ઉકેલવાના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને લાંબાગાળાની માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા આરોગ્યના વાસ્તવિક લક્ષ્યો સ્થાપિત કરવા પરનું વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મન અને શરીરની વચ્ચેના સંકલનને સુધારવા માટેની પ્રવૃતિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યાં હતાં, જેણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેના જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો.
સામાન્ય સ્વાસ્થ્ય પર જાગૃતિ પેદા કરવાનું સેશન નિયમિત કસરત તથા સંતુલિત અને પૌષ્ટિક આહાર મારફતે શારીરિક સ્વાસ્થ્યને યોગ્ય રીતે જાળવી રાખવાના મહત્ત્વ પર કેન્દ્રીત હતું. ડૉક્ટરે તંદુરસ્ત જીવનશૈલીને અપનાવવામાં આ ટેવોની મહત્ત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જે વિદ્યાર્થીઓના જીવનની ગુણવત્તાને સુધારશે.
આ પહેલ અંગે વાત કરતાં મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, ‘આજનો યુગ માહિતીની ભરમારનો છે ત્યારે વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્યના મહત્ત્વ અંગે જાગૃત કરવા એ શૈક્ષણિક સંસ્થાની નૈતિક જવાબદારી બને છે. હાલમાં લોકોને જે ટેવો છે, તેને જોતાં બિન-આરોગ્યપ્રદ જીવનશૈલી જ કેટલીક લાંબાગાળાની બીમારીઓ અને આરોગ્યની સ્થિતિઓ માટે મુખ્ય જવાબદાર પરિબળ તરીકે ઉભરી રહી છે.’
તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘નવગુજરાત ગ્રૂપ ઑફ કૉલેજિસ ફક્ત શૈક્ષણિક શ્રેષ્ઠતા જ નહીં પરંતુ તેના વિદ્યાર્થીઓને એકંદર સુખાકારી પૂરી પાડવાના તેના મિશનને ચાલું રાખવા માટે કટિબદ્ધ છે. આ પ્રકારના કાર્યક્રમો ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે, તે વિદ્યાર્થીઓને વધુ તંદુરસ્ત અને વધુ સંતુલિત જીવન જીવવા માટે જરૂરી જાણકારી અને સાધનો પૂરાં પાડે છે.’