Ahmedabad News: સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે પ્રોજેક્ટ ફેર 3.0 નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું . પ્રોજેક્ટ ફેરમાં વિદ્યાર્થીઓની પ્રતિભા અને નવીન વિચારોનું અદ્ભુત પ્રદર્શન જોવા મળ્યું હતું. 26મી ઓક્ટોબર, 2024ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં 2000થી વધુ વિદ્યાર્થીઓએ 500થી વધુ નવીન વિચારોને આકાર આપીને પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા. સ્ટાર્ટઅપ્સ, ઇનોવેશન અને ટેક્નોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓએ પોતાની કુશળતાનું પ્રદર્શન કર્યું હતું.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના અભિનવ પ્રોજેક્ટ્સ રજૂ કરીને યુનિવર્સિટીના સૂત્ર, એજ્યુકેશન ટુ ઈનોવેશનને સાકાર કર્યું હતું. ઉદ્યોગ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના 22 અગ્રણી નિષ્ણાતોની પેનલે પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કર્યું હતું અને વિદ્યાર્થીઓને મૂલ્યવાન પ્રતિસાદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રોજેક્ટ ફેરમાં સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રોજેક્ટ ફેરમાં શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સને પ્રમાણપત્ર અને રોકડ ઇનામોથી પુરષ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રોજેક્ટ ફેરની સાથે સાથે સિલ્વર ઓક યુનિવર્સિટીની પીઅર-રિવ્યૂડ મલ્ટિડિસિપ્લિનરી રિસર્ચ જર્નલ સર્જનની આઠમી આવૃત્તિનું પણ પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ ફેર સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નવીન વિચારો રજુ કરવા માટેના એક આગવા મંચ તરીકે ઉભરી આવ્યો હતો.