Ahmedabad News: વિશ્વવંદનીય કૃષ્ણશંકર શાસ્ત્રીજી દ્વારા પ્રતિષ્ઠાપિત શ્રીભાગવતવ વિદ્યાપીઠનાં હૃદયસમાન શ્રીવરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા ભાગવતઋષિજીની પ્રેરણાથી પ્રતિવર્ષ અનુસાર શારદીય સરસ્વતી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઋષિકુમારો તથા ગુરુજનો દ્વારા વિવિધ અનુષ્ઠાનો કરવામાં આવે છે. જેમાં સમસ્ત શ્રીભાગવત વિદ્યાપીઠ પરિવાર સાથે મળી નવરાત્ર શક્તિપર્વ નિમિત્તે માઁ શારદાનું અર્ચન-અનુષ્ઠાન કરે છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આ મહોત્સવનાં છેલ્લાં દિવસે યોગ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. તેમાં તમામ વૈષ્ણવો અને ભાવિક ભક્તો જોડાય છે.