gujarat24

ખ્યાતિકાંડ બાદ હવે PMJAYમાં ગેરરીતિ રોકવા AIની મદદ લેવાશે, દર્દીની સારવારના નામે ખોટા ડોક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે

Ahmedabad News: ખ્યાતિકાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગની ઘણી બદનામી થઈ છે. આ કારણોસર હવે PMJAY યોજના અંતર્ગત ગેરરીતી રોકવા આરોગ્ય વિભાગ સક્રિય થયુ છે. હવે PMJAY યોજનામાં ગેરરીતિ અટકાવવા માટે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે. દર્દીની સારવાર સમયે ખોટા દસ્તાવેજ હશે તો પકડાઈ જશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

અધિકારીક સૂત્રોના મતે, હાલ ગુજરાતમાં PMJAY યોજનાની કામગીરી મેન્યુઅલી થઈ રહી છે જેના કારણે ગેરરીતી થવાનો અવકાશ છે. સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ અને ડોક્ટરો, હોસ્પિટલ સંચાલકોની મીલીભગતથી આખુય કૌભાંડ થયુ છે! ત્યારે હવે રાજ્ય આરોગ્ય વિભાગે નેશનલ હેલ્થ એજન્સી જેવું જ પોર્ટલ બનાવવા તૈયારી કરી છે.

હવે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની મદદ લેવા નક્કી કરાયું છે. જેથી ખોટા ડોક્યૂમેન્ટ હશે, અધુરા ડોક્યુમેન્ટ હશે અથવા અન્ય કોઇ પણ અનિમિયતતા જણાશે તો ઘડીભરમાં પકડાઈ જશે. ઉલ્લેખનીય છેકે, દિલ્હીમાં નેશનલ હેલ્થ એજન્સીની બધીય કામગીરી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *