gujarat24

Ahmedabad: આર્યન નેહરાએ 38મી નેશનલ ગેમ્સના એક જ એડીશનમાં 7 મેડલ જીતીને ગુજરાતના સ્પોટ્સ જગતમાં ઇતિહાસ રચ્યો

Ahmedabad News: 38મી નેશનલ ગેમ્સનું આયોજન તારીખ 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન ઉત્તરાખંડ ખાતે થયેલ છે. હાલ 38મી નેશનલ ગેમ્સ ઉત્તરાખંડના દેહરાદૂન, હલ્દવાની, હરીદ્વાર, ટનકપુર, પીથોરાગઢ, અલ્મોડા, તેરી, શિવ પુરી ઋષિકેશ, ભીમતાલ ખાતે આયોજન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતથી કુલ 290 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો ભાગ લેવા ગયેલ છે. જેમાં કુલ 230 ખેલાડીઓ છે જે પૈકી 103 ખેલાડી ભાઈઓ અને 127 ખેલાડી બહેનો છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતના 230 ખેલાડીઓ કુલ 25 રમતોમાં ભાગ લેશે. જેમાં સ્વિમિંગ, એથ્લેટિક્સ, આર્ચરી, બેડમિન્ટન, બોક્સિંગ, કેનોઈ સ્લેલોમ, સાયકલિંગ, ફેન્સિંગ, જિમ્નાસ્ટિક્સ, જુડો, ખો-ખો, લોન ટેનિસ, મલ્લખંમ, મોર્ડન પેન્ટાથલોન, નેટ બોલ, શૂટિંગ, સ્ક્વોશ, ટેબલ ટેનિસ, તાઈકવૉન્ડો, ટ્રાયથ્લોન, વેઈટલિફ્ટિંગ, કુસ્તી, વુશુ, યોગાસનનો સમાવેશ થાય છે.

હાલની સ્થિતિએ ગુજરાતે કુલ 12 મેડલ મેળવ્યા છે. જેમાં 1 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જે પૈકી 1 ગોલ્ડ મેડલ સાઈકલીંગ રમતમાં, 3 સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ સ્વિમિંગ રમતમાં અને ઈતિહાસમાં પ્રથમ વાર ગુજરાતે 3 બ્રોન્ઝ મેડલ બેડમિન્ટન રમતમાં મેળવ્યા છે. ગુજરાતની દીકરી મુસ્કાન ગુપ્તા દ્વારા 38મી નેશનલ ગેમ્સ અંતર્ગત સાઈકલીંગમાં ૧ ગોલ્ડ મેડલ મેળવેલ છે. અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે.

મુસ્કાન ગુપ્તા અગાઉ 11માં ખેલ મહાકુંભમાં સાઈકલીંગ રમતમાં પણ તે ગોલ્ડ મેડલ મેળવેલ હતો. અને હાલ તે એસ.એ.જી. અંતર્ગત COE(સેન્ટર ઓફ એક્સેલેન્સ) યોજના હેઠળ તાલીમ મેળવી રહેલ છે. ગુજરાતના શક્તિદૂત યોજનાના લાભાર્થી આર્યન નેહરાએ 38મી નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ રમતની વિવિધ ઇવેન્ટમાં કુલ 7 મેડલ (જેવી કે 4×100 મી ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ, 1500મી ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ, 400 મીટર મેડલે (Medlay) ઇવેન્ટમાં સિલ્વર, 4×200 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં સિલ્વર, 400 મીટર ફ્રી સ્ટાઇલમાં બોન્ઝ, 800 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર, 200 મીટર મેલે(Melay) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ) જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે. અને આર્યન નેહરાએ નેશનલ ગેમ્સના એક જ એડીશનમાં 7 મેડલ જીતીને ગુજરાતના સ્પોટ્સ જગતમાં ઇતિહાસ રચ્યો છે. આર્યન નેહરા હાલ શક્તિદૂત યોજના અંતર્ગત અમેરિકાના યુનિવર્સીટી ઓફ ફ્લોરીડા ખાતે આંતરરાષ્ટ્રીય ખાય્તનામ કોચ Anthony Nestyના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મેળવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *