gujarat24

વિવાદીત ફિલ્મ મહારાજના રિલીઝ સામેનો સ્ટે ગુજરાત હાઈકોર્ટે લંબાવ્યો, અરજદાર પક્ષે કોર્ટમાં કહ્યું- “ફિલ્મ રિલીઝ કરવા મંજૂરી અપાશે તો હિંસા ભડકશે”

Maharaj Film controversy: બોલીવુડના આમીર ખાનના પુત્ર જુનૈદ ખાનની લોન્ચિંગ ફિલ્મ મહારાજને નેટફ્લિક્સ પર રિલીઝ કરવાના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે ગઈકાલે રિલીઝ પરનો સ્ટે લંબાવી દીધો. આ કારણે ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ શકી નથી. ફિલ્મના નિર્માતા અને નેટફ્લિક્સને ગઈકાલે હાઇકોર્ટમાંથી કોઇ રાહત મળી ન હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી થશે.

તો વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તરફથી અરજદારપક્ષે અદાલતને ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો મહારાજ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી અપાશે, તો સમાજમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડશે અને હિંસા ભડકાવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *