Anand News: ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એકતા અને ઉત્સવની ભાવના સાથે નવરાત્રી 2024ના વાઇબ્રન્ટ તહેવારની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત ગરબા અને દાંડિયાના દમદાર બીટ્સ સાથે કેમ્પસ જીવંત બન્યું હતું. તમામ ધોરણના વિદ્યાર્થીઓએ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ તેમના રંગબેરંગી પરંપરાગત પરિધાનમાં આનંદ અને ગર્વ સાથે ગરબા કરીને સર્જનાત્મકતા દર્શાવી હતી.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
સંસ્થાના તમામ સભ્યો આ ઉજવણીમાં જોડાયા હતા. સંસ્થાના ભક્તિ સેવાશ્રમના બા અને દાદાઓં માતાજીની આરાધનાના આ ઉત્સવમાં જોડાયા હતા. શ્રેષ્ઠ પરિધાન અને શ્રેષ્ઠ ખેલૈયાને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉજવણી દરમિયાન કેમ્પસે આપણા દેશના મહાન ઉદ્યોગપતિ, રતન તાતા પ્રત્યે હૃદયપૂર્વક શોક વ્યક્ત કર્યો હતો. જેમણે ભારત દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમના દ્વારા કરવામાં આવેલે દેશ સેવાએ આવનારી પેઢીઓને દેશ સેવાની પ્રેરણા આપી છે.
હરિકૃષ્ણદાસજી સ્વામીએ આપેલા સંદેશમાં વિદ્યાર્થીઓને ભક્તિ અને આધ્યાત્મિકતાના વારસાને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા શુકદેવપ્રસાદ દાસજી સ્વામી અને હરિકેશવદાસજી સ્વામી એ આ પ્રસંગે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.