gujarat24

Anand: ગોકુલધામ નારના સંસ્થાપક શુકદેવપ્રસાદદાસજી સ્વામીનું વિશેષ સન્માન, રોટરી ઇન્ટરનેશનલે એક્સેલેન્સ ઇન સર્વિસ ટુ હ્યુમિનિટી એવોર્ડ એનાયત કર્યો

Anand News: વિશ્વના 200 ઉપરાંત દેશોમાં માનવતાનુ કામ કરતી ઇન્ટરનેશનલ રોટરી કલબ સમાજસેવાની સાથે સમાજમાં માનવતાના સેવાકાર્યોમાં વિશેષ યોગદાન આપનાર સમાજ સેવકોનું પણ સન્માન કરે છે. જેના ભાગરૂપે રોટરીનાં ઉચ્ચતમ એવોર્ડ એક્સેલેન્સ ઇન સર્વિસ ટુ હ્યુમિનિટી એવોર્ડ 2023-2024 માટે સમગ્ર વિશ્વમાંથી 150 સમાજ શ્રેષ્ઠીઓ અને સમગ્ર ભારતમાંથી 7 સમાજ શ્રેષ્ઠીઓની પસંદગી કરવામાં આવી હતી. આપણા ગુજરાતમાં ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટ્રા કે જેમના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થયેલા છે એવા શુકદેવપ્રસાદદાસજીની પસંદગી કરવામાં આવી હતી.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

રોટરી ડિસ્ટ્રીક્ટ 3060 રોટરી વર્ષ 2023-24ના ગર્વનર નિહિરભાઈ દવે દ્વારા નોમિનેશન ઇન્ટરનેશનલ રોટરીને મોકલવામાં આવ્યું હતું. જેની પસંદગી બાદ દેશમાં ગૌરવ સમાન સરદાર વલ્લ્ભભાઈ પટેલના કરમસદ ગામે સરદાર વલ્લભભાઈ મેમોરીયલ હોલ ખાતે એક્સેલેન્સ ઇન સર્વિસ ટુ હ્યુમિનિટી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વડતાલના ડૉક્ટર સંતવલ્લભદાસજી, ભાવિનલાલજી મહારાજ, ઇકા બાપુ તેમજ અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર પ્રવિણભાઈ ચૌઘરી, સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, એસ.પી યુનિવર્સિટીના ઉપકુલપતિ નિરંજનભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશભાઈ પટેલ, અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ વિગેરે સમાજ અગ્રણીઓ તેમજ ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

આ સન્માનની વિશેષતા એ હતી કે, વિશ્વમાં ધાર્મિક જગતમાં રોટરીનો ઉચ્ચતમ એવોર્ડ સંતને અપાવ્યો હોય તેવી પ્રથમ ઘટના છે એ વાતનું સનાતન સાધુ સમાજ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય ગૌરવ અનુભવે છે. એવોર્ડ સ્વીકારતા શુકદેવપ્રસાદજીએ જણાવ્યું કે, સમાજ પાસેથી લઈ સમાજને આપવાની પ્રકિયા છે. આ એવોર્ડનો યશ સ્વયંસેવકો તેમજ દાતાઓને ફાળે જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *