gujarat24

વિજયાદશમી (દશેરા) અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘાનો ગરબા-શ્રીફળનો દિવ્ય શણગાર ધરાવાયો

Sarangpur Hanuman Mandir: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિજયાદશમી (દશેરા) નિમિતે તારીખ 12-10-2024ને શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘા અને માટલી, દાંડિયા-શ્રીફળનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારે મંગળા તથા શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના દર્શન-આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

આજે વિજયા દશમી નિમિત્તે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયા દશમી નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગોંડલમાં બે દિવસની મહેનતે તૈયાર થયેલા શ્રીરામ ભગવાનની થીમવાળા વાઘા પહેરાવ્યા છે. હનુમાનજીના સિંહાસને નાળિયેર, માટલી અને ગુલાબના ફુલનો શણગાર કકરાયોછે. આજે સાંજે હનુમાનજીનું રાજોપચાર પૂજન અને તેમની સમક્ષ શસ્ત્ર પૂજન પણ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *