Salangpur Hanumaji: શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે તારીખ 19-10-2024ના રોજ શ્રીકષ્ટભંજનદેવને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજથી દાદાના પાટોત્સવ નિમિત્તે હનુમાન ચરિત્ર કથા શરૂ થશે. જે અંતર્ગત બપોરે 4 વાગ્યે પોથીયાત્રા યોજાશે. જેમાં ગામના અને ભક્તો સહિત 500થી વધુ લોકો જોડાશે. સિંહાસને 200 કિલો ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. આજે દાદાને પહેરાવેલા પ્યોર સિલ્કના વાઘા વૃંદાવનમાં 15 દિવસે તૈયાર થયા હતા.