gujarat24

Salangpur Hanumanji: શ્રીકષ્ટભંનજનદેવનો 176મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો, હજારો ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનૂભવી

Salangpur Hanumanji 176 th Patotsav: શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176મો વાર્ષિક પાટોત્સવ નિમિતે તારીખ 21-10-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે 5:00 કલાકે મંગળા આરતી પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા, 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા તેમજ અભિષેક અને અન્નકૂટ આરતી વડતાલ દેશના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મારુતિયજ્ઞી પૂર્ણાહુતિ બપોરે કરવામાં આવી હતી.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

આજે દેશ-વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176મો વાર્ષિક પાટોત્સવ છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલ દેશના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીનાં શુભ આશીર્વાદથી અને અથાણાવાળા સ્વામીનાં આશીર્વાદથી એવં પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) એવમ્ સંતવલ્લભદાસજી સ્વામી-મુ.કો.શ્રી-વડતાલની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવનો 176મો વાર્ષિક પાટોત્સવ સંવત્ 2080ના આસો વદ-5, તારીખ 21-10-2024, સોમવારના રોજ ધામધૂમથી ઉજવાયો હતો.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તા પદે ત્રિદિનાત્મક શ્રીહનુમંત ચરિત્ર કથાનું આયોજન તારીખ 19-10-2024 શનિવારથી 21-10-2024, સોમવાર દરમિયાન રાખવામા આવી હતી.

આજે કરાયેલા શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાના 176મા પાટોત્સવ નિમિત્તે હનુમનાજીને વૃંદાવનમાં 20 દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના વાઘા પહેરાવ્યા છે. દાદાના સિંહાસને 200 કિલો ગુલાબ, ઓર્કિડ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.

આ પ્રસંગે મહારાજ એવમ્ સદ્ગુરુ સંતોના વરદ્ હસ્તે અભિષેક પાટોત્સવ તથા મારૂતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થઈ તથા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રવણ એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ સૌ પ્રેમીભક્તોને પરિવાર સહિત પધાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *