Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 07-12-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મહત્ત્વનું છે કે, હનુમાનજી દાદાને ફ્રુટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી ભરાઈ ગયું હતું. મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, દાદાના સિંહાસને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. વડોદરાથી આ ફુલ મંગાવ્યા છે. આજે દાદાને પ્યોર સિલ્કના કાપડમાંથી બનેલા વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.