gujarat24

Salangpur Hanumanji: શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને 50 કિલો ગુલાબના ફુલ અને કાંચના બોલનો દિવ્ય શણગાર કરાયો, હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનૂભવી

Salangpur Hanumanji Photos: શ્રીલક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપલક્ષમાં શ્રાવણમાસ ભવ્ય મહોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી દાદાને 50 કિલો ગુલાબના ફુલ અને કાંચના બોલનો દિવ્ય શણગાર કરાયો છે. આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લ્હાવો લીધો હતો.

આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે હનુમાનજીને 50 કિલો ગુલાબના ફુલ અને કાંચના બોલનો દિવ્ય શણગાર કરાયો છે. 50 કિલો ગુલાબના ફુલ કાંચના બોલ વડોદરાથી મંગાવ્યા છે.

શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે 7થી 10 વાગ્યે યજ્ઞશાળામાં શ્રીહનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *