gujarat24

Gandhinagar: નવરાત્રિ દરમિયાન વિશ્વના સૌથી વિશાળ પરંપરાગત પરિધાનોનું અનાવરણ, CM ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત

Gandhinagar News: સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ એનઆઇએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર તથા પીટીએન ન્યૂઝ સાથેના સહયોગમાં વિશ્વના સૌથી મોટા ચણિયાચોળી તૈયાર કરવાનો અને ઇન્સ્ટોલ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દુપટ્ટાની સાથે પહેરવામાં આવતાં ચણિયા ચોળી એ સ્ત્રીઓ માટેના ઉત્કૃષ્ટ પ્રકારના પરંપરાગત પરિધાનો છે, જેને નવરાત્રિ દરમિયાન પહેરવામાં આવે છે. આ સુંદર પરિધાન સર્જનાત્મકતાની મનમોહક રજૂઆત છે, જે ગુજરાતના સાંસ્કૃતિક ગૌરવને દર્શાવે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અઠવાડિયાની શરૂઆતમાં વિશેષ મુલાકાત લઈ આ સુંદર ઇન્સ્ટોલેશનને બિરદાવ્યું હતું.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

ગાંધીનગર અને અમદાવાદના 60 વિદ્યાર્થીઓના ગ્રૂપે આ અદભૂત અને આકર્ષક પરિધાનોની રચના કરવા માટે હાથ મિલાવ્યાં હતાં. હાલમાં જ ભાડજ પાસે આવેલા શ્રીયમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી ખેલૈયા નવરાત્રિ 2024ની ઉજવણી દરમિયાન આ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સુંદર ઇન્સ્ટોલેશનનું માળખું 72 ફૂટ ઊંચું હતું. આ ત્રણેય સંગઠનોને લંડન સ્થિત વર્લ્ડ બૂક ઑફ રેકોર્ડ્સ તરફથી સંયુક્તપણે પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ઋષભ જૈનએ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

ઋષભ જૈનએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે અમારા દ્વારા પેશન અને ઇનોવેશનનું જે રીતે સંવર્ધન કરવામાં આવે છે, તેનું સાચું પ્રતિબિંબ છે. અમારા વિદ્યાર્થીઓનું સમર્પણ અને પરંપરાઓનું સર્જનાત્મકતાની સાથે સંયોજન કરવાની તેમની ક્ષમતાને પરિણામે આ સુંદર રચના થઈ શકી છે. આ ચણિયા ચોળી ફક્ત નવરાત્રિનું જ પ્રતીક નથી પરંતુ તે ભારતની સમૃદ્ધ ટેક્સટાઇલનું પણ પ્રતીક છે અને તે યુવાનોની અસીમ ક્ષમતાઓનું સર્વોચ્ચ શિખર છે. અમદાવાદના આ સાંસ્કૃતિક તહેવારમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અમને ગર્વ છે.

આ ઇન્સ્ટોલેશનને તૈયાર કરવામાં 32 દિવસ લાગ્યાં હતાં. આ ઇન્સ્ટોલેશન તૈયાર કરવામાં 3,000થી વધારે મીટર કાપડ વપરાયું હતું, જે લંબાઈ અને પહોળાઈમાં 500 સાડીઓ જેટલું થવા જાય છે, જેનું વજન લગભગ 500 કિગ્રા હતું. આ સમગ્ર પરિધાનને કોટન અને જ્યોર્જેટમાંથી બનાવવામાં આવ્યું હતું અને તે ડીઝાઇનની વ્યવહારકુશળતાને આપવામાં આવેલા આધુનિક સ્પર્શની સાથે પરંપરાગત કારીગરીને દર્શાવી ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કંઈક નવું સર્જવાની વિદ્યાર્થીઓની ભાવના એમ બંનેને પ્રતિબિંબિત કરે છે.

કાપડ મેળવ્યાં બાદ વિદ્યાર્થીઓએ ચણિયા-ચોળીની ડીઝાઇનની જરૂરિયાત પર આધાર રાખીને સાડીઓને કાળજીપૂર્વક અલગ પાડી હતી અને એક વિશાળ કાપડ બનાવવા માટે તેને એકબીજાની સાથે સીવી હતી, જેમાંથી આખરે આ સમગ્ર ઇન્સ્ટોલેશન માટેનું પરિધાન બનાવવામાં આવ્યું હતું. આ વિશાળ વસ્ત્રની હસ્તકલા અને જટિલતાઓને અકબંધ રાખીને તેને સીવવા અને એકબીજાની સાથે મૂકવામાં વિદ્યાર્થીઓની ટેકનિકલ કુશળતા અને સમજદારીને ખરેખર બિરદાવવા લાયક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *