Gandhinagar News:ખ્યાતિકાંડ બાદ હવે આરોગ્યતંત્ર હાલપુરતું સફાળું જાગી ગયું છે. આગામી 12 માર્ચ-2025 સુધી ગુજરાતની તમામ હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આ સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેવી આરોગ્યસંસ્થા સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખુબ જ જરૂરી છે. રજીસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવૈદું રોકી શકાશે તેવો આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરાયો છે. આરોગ્ય વિભાગે સાથે ઉમેર્યું છે કે આ અધિનિયમની કડક અમલવારીના પરિણામે ઉપચાર પધ્ધતિ હિતધારક પર અસરકારક નિયમન થશે તેમજ હિતધારક ભાગીદારી અને ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. કાયદા હેઠળ, નોંધણી ફરજીયાત છે અને માન્ય તબીબી પદ્ધતિઓ માટે જ મંજૂર છે. જે તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિઓમાં વધુ સારા સંચાલન અને નોંધણીમાં સુધારો લાવશે.