gujarat24

Gandhinagar: જનની ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા નિરાધાર વડીલો માટે 5 સ્ટાર હોટેલ જેવું વૃદ્ધાશ્રમ બનાવાશે, વૃદ્ધોને દર અઠવાડિયે પ્રવાસ પણ કરાવાશે

Gandhinagar News: જનની ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ખાતે માત્ર પશુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે બાદ નિરાધાર વડીલો માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે 100 વડીલો રહી શકે એવું 5 સ્ટાર હટેલ જેવું વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે. VVIP પ્રકારની સુવિધાથી સજ્જ વૃદ્ધાશ્રમ આગામી બે વર્ષમાં બની જશે તેવું જનની ગૌ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રશાંત શુક્લાએ જણાવ્યું છે.

જનની ગૌ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રશાંત શુક્લના જણાવ્યા અનુસાર એક સાથે 100થી વધારે વડીલો રહી શકે તે માટે 5 સ્ટાર હોટેલ જેવું વૃધાશ્રમનું નિર્માણ કરાશે. આ વૃધાશ્રમમાં સર્વ સમાજના અનાથ તેમ જ તરછોડાયેલા વડીલોને આશરો આપવામાં આવશે. સાથે સાથે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પુરી પાડવામાં આવશે. આ જનની ગૌ સેવા ટ્રસ્ટના આ વૃધાશ્રમમાં હોટલની જેમ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 4 વીઘા વિસ્તારમાં 2 વર્ષના ટૂંકા ગાળામાં વૃધાશ્રમ તૈયાર કરવામાં આવશે. સંસ્થાના પ્રમુખ પ્રશાંત શુક્લના જણાવ્યા અનુસાર મારી માતા અને પિતાની ઇરછા હતી કે ઘડપણે કોઈ વડીલ નિરાધાર ન રહે, તેમ જ તરછોડેલાં વડીલોને સહારો મળે તે હેતુથી આ પ્રકારનું વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વૃધાશ્રમમાં તમામ વડીલો માટે વીવીઆઈપી પ્રકારની તમામ સુવિધા ઉપસ્થિત કરવામાં આવશે.

તમામ વડીલો માટે આરોગ્યની દેખરેખ રાખવા માટે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક સાથે તમામ વડીલોની દેખરેખ રાખી શકાય તે માટે 15થી વધુ અનુભવી કર્મચારીઓ પણ રાખવામાં આવશે. વૃધાશ્રમના તમામ વડીલો જનની ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા દર અઠવાડીએ ટૂંકા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવશે. સંસ્થાની વોલ્વો મીની બસ દ્વારા પ્રવાસ યોજાશે. સાથે સાથે નિત્યક્રમ જમવા માટે પણ વીવીઆઈપી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *