Junagadh News: ભવનાથની પવિત્ર ભૂમિમાં એટલી હદે ગોરખ ધંધા ચાલે છે કે લોકોનું માથું શરમથી ઝુકી જાય. શિવરાત્રીના મેળામાં ભવનાથ તળેટીમાં હરીગીરીના ચેલાચપાટાને ત્યાં મુજરા થઈ રહ્યા હોવાનો, જુના અખાડામાંથી વેશ્યા ઝડપાઈ હોવાનો, અખાડામાં જ દારૂની પાર્ટી કરનારાઓને પકડ્યા હોવાનો, સાધુઓ કેક કાપી પાર્ટીઓ કરી રહ્યા હોવાના વિડીયો મહેશગીરીએ જાહેર કરી ગોરખધંધાઓને ખુલ્લા પાડતા ચકચાર વ્યાપી છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ભવનાથ પવિત્ર ભૂમિમાં કેવા ગોરખ ધંધા ચાલે છે તેના વિડીયો મહેશગીરીએ જાહેર કર્યા છે. તેમાં જુના અખાડામાંથી વેશ્યા પકડાઈ, અખાડામાંથી જ દારૂ પીધેલા સાધુ પકડાયા, સાધુઓ કેકની પાર્ટી કરી રહ્યા છે. શિવરાત્રીના મેળામાં સાધુઓની હાજરીમાં મુજરા થતા હોવાના વિડીયો જાહેર થતા ચકચાર મચી ગઈ છે.
આ સમગ્ર મામલે મહેશગીરીએ ગંભીર આક્ષેપ કર્યા છે કે, આ તમામ ગોરખધંધા હરીગીરીની ગેંગ દ્વારા કરવામાં આવીઃ રહ્યા છે. આવા કાંડથી ગિરનારની પવિત્રતાને લાંછન લાગી રહ્યું છે. જુનો અખાડો એ સાધુઓના પૈસાથી બનાવવામાં આવ્યો છે. ગિરનારના જુદા-જુદા સાધુઓએ તેમાં લાખો રૂપિયાનું દાન આપ્યું છે. અખાડો એ કોઈના બાપની જાગીર નથી આવા ધંધા ચાલવા દેવાના ? જૂનાગઢના લોકો ભોળા અને લાગણીશીલ છે કેમ કે, સાધુઓ ભેગા નાના-મોટા થયા હોય છે, આવા ગોરખ ધંધા કરવા છતાં સાધુ હોવાના નાતે જૂનાગઢની પ્રજા કંઈ કહેતી નથી, હું આવા કૌભાંડી, ભ્રષ્ટાચારી, વ્યાભીચારીઓને છોડીશ નહી કેમ કે આ પવિત્ર તીર્થસ્થાન છે. સરકારે અને તેમના અધિકારીઓએ તાત્કાલીક આવા લોકોને અહીથી દુર કરી તેમના પુર દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ.