gujarat24

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી 2024: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ એકતાનગરની સ્થળ મુલાકાત લીધી, ઉજવણી અંગે રૂટ નિરીક્ષણ કર્યું

Narmada News: આગામી 31મી ઓક્ટોબર, 2024ના રોજ સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાકૃતિક સાંનિધ્યમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનીએ રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે તે પૂર્વે પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા એકતાનગરના આંગણે BSFના હેલિકોપ્ટર મારફત પધાર્યા હતા. અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

અજયકુમાર ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજીને રચનાત્મક સૂચનો કર્યા હતા. પરેડ સંદર્ભે મંતવ્યો-વિચારોની આપ-લે બાદ ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણાધિન વોક-વેનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન ભલ્લાના ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેમની સાથે મુલાકાતમાં સાથે જોડાયા હતા.

નર્મદા જિલ્લાના એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ તારીખ 20મી ઓગસ્ટ, 2024ના રોજ યોજાયેલી આ પ્રાથમિક નિરીક્ષણ અને બેઠકમાં કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાત સરકારના ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે, નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરી, સરદાર સરોવર ડેમના મુખ્ય ઇજનેર કાનુગો, BSF-SRP-CISF ફોરેસ્ટ, SOUના અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રોટોકોલ્સ, GADના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *